હું નરેન્દ્ર દામોદરદાસ મોદી/૧૬ દિવસમાં આજે બીજી વખત શપથ લીધા

નરેન્દ્ર મોદીએ ૯ જૂનના રોજ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે પદ અને ગોપનીયતાના શપથ લીધા. હવે ૧૬ દિવસમાં આજે સોમવારે બીજી વખત શપથ લીધા છે. આજે તેમણે સતત ત્રીજી વખત સંસદ સભ્ય તરીકે લોકસભામાં શપથ લીધા. ૯ જૂનના રોજ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૃમૃએ નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના શપથ લેવડાવ્યા હતા. જ્યારે આજે ૨૪ જૂનના રોજ લોકસભાના પ્રોટેમ સ્પીકર ભર્તૃહરી મહતાબે વારાણસીના સાંસદ તરીકે શપથ લેવડાવ્યા…