ગુજરાતના વાતાવરણમાં પલટો, સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને જામકંડોરણાના ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
ગુજરાત વરસાદનાં આગમનની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. લોકો ગરમીથી ત્રસ્ત થઈ ગયા છે. હવામાન વિભાગના મત અનુસાર ગુજરાતમાં 15 જૂનની આસપાસ વિધિવત ચોમાસું બેસી જશે. જો કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા વરસાદ અને ચોમાસાની સ્થિતિને લઈને મોટી આગાહી કરવામાં આવી છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ પણ થઈ ગયો છે.
કેરળમાં ચોમાસાની એન્ટ્રી બાદથી એક પછી એક રાજ્યોમાં વરસાદનું આગમન થઈ રહ્યું છે. ત્યારે આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો.
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 9 જૂન એટલે કે આવતીકાલથી હવાનું દબાણ સર્જાશે. આવી સ્થિતિમાં આંધી-વંટોળનું પ્રમાણ વધતુ હોય છે. આથી 9 જૂનથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. જ્યારે સોમવારે 10 જૂથી રાજ્યમાં લો-પ્રેશર સિસ્ટમ સક્રિય થશે.આ સાથે જ ચોમાસું દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને મુંબઈના ભાગો સુધી પહોંચી શકે છે. આ દરમિયાન તે સાથે જ મુંબઈ અને દક્ષિણ ગુજરાતમાં આંધી-વંટોળ સાથે વરસાદ તૂટી પડશે. જે બાદ 17 જૂને એકસાથે બે વોલ માર્ક લો પ્રેશરના કારણે સમગ્ર દેશમાં અતિભારે વરસાદ પડવાના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. આ ઉપરાંત સપ્ટેમ્બર મહિનામાં લા-નીનોના કારણે ચોમાસું ઓક્ટોબર મહિના સુધી લંબાઈ શકે છે.
આજે ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ શરૂ થઈ ગયો છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજકોટ અને જામકંડોરણાના અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો. બીજી તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારીમાં વરસાદી ઝાપટું પડતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામકંડોરણાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ચરેલ, દળવી, કાના અને વડાળામાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અંદાજિત દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારી શહેરમાં વરસાદી ઝાપટુ આવ્યુ. ખીચા ગામમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા. હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતમાં આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.