ગુજરાતમાં ભાજપની ક્લીન સ્વિપ, TV9, ન્યૂઝ24ના એક્ઝિટ પોલમાં ભાજપ 26માંથી 26 સીટ, રિપબ્લીક-મૈટ્રિઝના સરવેમાં ગુજરાત ભાજપમાં ગાબડું
19મી એપ્રિલના રોજ શરૂ થયેલ લોકસભા ચૂંટણીના સાતેય તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. 44 દિવસથી ચાલી રહેલી આ ચૂંટણી પ્રક્રિયા બાદ 4 જૂનના રોજ મતદાન યોજાશે અને પરિણામો જાહેર થશે. પરંતુ આ ચૂંટણીના મહાસંગ્રામમાં કોનો વિજય થઇ રહ્યો છે તેને લઈને વિવિધ ન્યૂઝ ચેનલો અને એજન્સીઓના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન અને વિપક્ષના I.N.D.I.A. ગઠબંધન વચ્ચે મુખ્ય મુકાબલો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ ગઠબંધનને ફરી એકવાર સત્તામાં વાપસીનો વિશ્વાસ છે ત્યારે એકજૂટ થઈ ચૂકેલા વિપક્ષના ગઠબંધન I.N.D.I.A. ને પણ આ વખતે મોદી લહેરને પડકારતાં વિજયની આશા છે કારણ કે, કોંગ્રેસની પણ 50 બેઠક વધી શકે છે.
લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કામાં 57 બેઠક પર સાંજે પાંચ વાગ્યા સુધીમાં 58.34 ટકા મતદાન થયું છે. ગુજરાતમાં7 મેના રોજ મતદાન થઈ ગયું હતું. હવે 4 જૂને મતગણતરી થશે અને પરિણામ જાહેર થશે. ત્યારે પરિણામ પહેલાં આજે લોકસભા ચૂંટણીના એક્ઝિટ પોલના આંકડા આવી ગયા છે. જે મુજબ મૈટ્રિઝના સરવેમાં ભાજપને ગુજરાતમાં 24 થી 26 બેઠકો જ્યારે I.N.D.I ગઠબંધનને 0 થી 2 સીટ મળવાનું અનુમાન છે. જ્યારે ટીવી9 અને ન્યૂઝ24નાં એક્ઝિટ પોલ મુજબ ભાજપને 26માંથી 26 સીટ મળી શકે છે.
રિપબ્લિક ભારતના એક્ઝિટ પોલે NDAને બહુમતિ આપી છે. એનડીએને 359 બેઠકો મળતી દર્શાવવામાં આવી છે, જ્યારે ઈન્ડી, ગઠબંધનને 154 અને અન્યને 30 બેઠકો મળી છે. જ્યારે ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં NDAને 371 બેઠક, NDTV ઈન્ડિયાએ 365 આપી છે. આવી જ રીતે ત્રીજા એક્ઝિટ પોલ્સમાં NDAની સરકાર બનતી નજર આવે છે. આજતકના એક્ઝિટ પોલમાં તમિલનાડુમાં ઈન્ડી.ગઠબંધનને 39માંથી 37 બેઠક, NDAને 4 બેઠક આપવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની સ્કૂલ ઓફ પોલિટીક્સ એજન્સીના એક્ઝિટ પોલ મુજબ ઉત્તર પ્રદેશમાં ભાજપના વડપણ હેઠળ NDAને 62 બેઠક મળતી જોવા મળે છે. જ્યારે ઈન્ડી.ગઠબંધનને 18 બેઠક મળી શકે છે. આ સર્વે પ્રમાણે અમેઠી-રાયબરેલી બન્ને બેઠક કોંગ્રેસને જીતનો દાવો કરવામાં આવ્યો છે.
બિહારમાં ઈન્ડી.ગઠબંધનને અગાઉની તુલનામાં વધારે બેઠક મળી રહી છે. આજતકના એક્ઝિટ પોલમાં ઈન્ડી.ગઠબંધનને 7થી 10 બેઠક અને NDAને 27થી 30 બેઠક મળતી દેખાય છે. ભાજપને 13-15 બેઠક તો JDUને 9-11 બેઠક, RJDને 6-7 બેઠક, કોગ્રેસને 1-2 બેઠક તથા અન્યોને 0-2 બેઠક મળી શકે છે.
કેરળમાં ઈન્ડી. ગઠબંધનને સૌથી વધુ સીટો મળી રહી છે. અત્યાર સુધીના એક્ઝિટ પોલમાં ઈન્ડી. ગઠબંધનને 18 અને NDAને 2 બેઠકો મળી રહી છે.
મધ્ય પ્રદેશમાં ભાજપ ફરી વખત તેના અગાઉના પરિણામોનું પુનરવર્તન કરી શકે છે. એક્ઝિટ પોલ પ્રમાણે ભાજપ 29થી 29 બેઠક અને ઈન્ડી.ગઠબંધનને 0થી 1 બેઠક મળવાનો અંદાજ છે
અત્યાર સુધીના એક્ઝિટ પોલમાં NDAને કર્ણાટકમાં મોટી લીડ મળી છે. ભાજપના નેતૃત્વ હેઠળના NDAને 22 અને ઈન્ડી. ગઠબંધનને 5 બેઠકો મળી છે.