500 રૂપિયાથી ઓછા રુપયા એકાઉન્ટમાં જમા કરવા પર પણ SMS એલર્ટ નહીં આવે
HDFC BANK હવે100 રૂપિયાથી ઓછા UPI ટ્રાન્ઝેક્શન અને 500 રૂપિયાથી ઓછા ડિપોઝિટ પર SMS એલર્ટ મોકલશે નહીં. બેંક પોતાના ગ્રાહકોને સુચના આપી છે કે હવે UPI ટ્રાન્ઝેક્શન વિશે ટેક્સ્ટ મેસેજ મોકલવાના નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. આ નિર્ણય આવતા મહિનાની 25 તારીખથી અમલમાં આવશે. જો કે, લોકોને ઈમેલ એલર્ટ મળવાનું ચાલુ રહેશે.
HDFC BANKએ તેના ગ્રાહકો માટે એક મોટી સુવિધા બંધ કરવાનો નિર્ણય લીધો છે. બેંક તરફથી ગ્રાહકોને મેસેજ કરીને જાણ કરવામાં આવી છે. બેંક દ્વારા મોકલવામાં આવેલી મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે 25 જૂન 2024થી તમારી SMS એલર્ટ સેવામાં અમુક ફેરફાર કરવામાં આવશે. જો તમે કોઈને UPI દ્વારા 100 રૂપિયાથી વધારે રકમ જોકલો છો ત્યારે જ એલર્ટ મોકલવામાં આવી શકે છે. આ રીતે જો તમે 500 રૂપિયાથી વધારે રકમ પ્રાપ્ત કરો છો ત્યારે જ એસએમએસ એલર્ટ મોકલવામાં આવશે.
HDFC બેન્કે ગ્રાહકોને આ અંગે જાણકારી આપી છે. એવું કહેવામાં આવ્યું છે કે જો UPI દ્વારા 100 રૂપિયાથી ઓછું ટ્રાજેક્શન કરવામાં આવશે અને 500 રૂપિયાથી ઓછા એકાઉન્ટમાં જમા થશે તો SMS એલર્ટ મોકલવામાં આવશે નહીં. બેન્કે ગ્રાહકોને તેમના ઈમેલને અપડેટ કરવાની અપીલ કરી છે જેથી કરીને તેઓ નોટિફિકેશન મળતા રહે. બેન્ક અનુસાર, પેમેન્ટ એપ દ્વારા આવા નાના ટ્રાન્જેક્શનના એલર્ટ પણ આપવામાં આવે છે. નાના ટ્રાન્જેક્શન પર મળેલા ફીડબેકના આધારે બેન્કે આ નિર્ણય લીધો છે.
છેલ્લા કેટલાક વર્ષોથી ટ્રાન્જેક્શન માટે યુપીઆઈનો વધુ ઉપયોગ થઈ રહ્યો છે. વર્લ્ડલાઇન ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર, PhonePe, Google Pay અને Paytm દેશમાં ત્રણ અગ્રણી UPI એપ છે. NPCIના ડેટા અનુસાર, વર્ષ 2023માં UPI દ્વારા ટ્રાન્જેક્શને 100 બિલિયનનો માઈલસ્ટોન હાંસલ કર્યો હતો.
અત્યાર સુધી HDFC બેંક દરેક ટ્રાન્ઝેક્શન પર તમને ટેક્સ્ટ મેસેજ મોકલે છે. એટલે કે જ્યારે તમે કોઈ પેમેન્ટ કરો છો કે તમારા ખાતામાં ક્યાંથી પૈસા આવે છે તો તેના વિશે તરત તમને એસએમએસ મળે છે. પછી તે ટ્રાન્ઝેક્શન 10 રૂપિયાનું જ કેમ ન હોય. હવે આ વ્યવસ્થા પુરી થઈ જશે અને તેના બીજા મહિનાથી નવી વ્યવસ્થા લાગુ થઈ જશે.
આ સાથે HDFC બેન્કે બે ડિજિટલ ક્રેડિટ કાર્ડ Pixel Play અને Pixel Go લોન્ચ કર્યા છે. આ ડિજિટલ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ બેન્કની PayZapp એપ દ્વારા કરી શકાય છે. 25 હજાર રૂપિયાથી વધુ પગાર ધરાવતા અને 6 લાખ રૂપિયા સુધીનું રિટર્ન ફાઇલ કરનારા સેલ્ફ એમ્પ્લોયર્ડ લોકો આ કાર્ડનો લાભ લઈ શકે છે.