લોકસભા ચૂંટણીનાં પાંચ તબક્કાનું મતદાન પૂરું થઈ ગયું છે અને છઠ્ઠા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. સાત તબક્કાની લોકસભા ચૂંટણી 2024ના છઠ્ઠા તબક્કામાં છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ 58 બેઠકો પર આજે 25 મેના રોજ મતદાન થઇ રહ્યું છે. જેમાં હરિયાણાની બધી જ 10 અને દિલ્હીની બધી જ 7 બેઠકો, બિહારની 8, ઝારખંડની 4, ઓડિશાની 6, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 8 અને જમ્મુ-કાશ્મીરની 1 બેઠકનો સમાવેશ થાય છે. મતદાનનો સમય સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે.
છઠ્ઠા તબક્કામાં 5.84 કરોડ પુરુષો અને 5.29 કરોડ મહિલાઓ સહિત કુલ 11 કરોડથી વધુ મતદારો જે 889 ઉમેદવારોનું ભાવી નિશ્ચિત કરશે, જેમાં ત્રણ કેન્દ્રીય મંત્રી, ત્રણ પૂર્વ મુખ્યમંત્રી અને અભિનેત્રી કંગના રનૌત સહિતના ફિલ્મ સ્ટાર્સનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચે કુલ1.14 લાખ મતદાન મથકો પર 11.4 લાખ પોલિંગ અધિકારીઓ નિયુક્ત કર્યા છે.
ભારે ગરમી વચ્ચે પણ મતદારોનો ઉત્સાહ ઊંચો જોવા મળી રહ્યો છે. ચૂંટણી પંચે 3 વાગ્યા સુધીના મતદાનના આંકડા જાહેર કરી દીધા છે. જે મુજબ સૌથી વધુ મતદાન પ.બંગાળમાં 70.19% નોંધાયું છે. જ્યારે ઉત્તરપ્રદેશમાં સૌથી ઓછું 43.95% નોંધાયું છે.
બપોરે 3 વાગ્યા સુધીમાં 49.20% મતદાન
રાજ્ય મતદાનની ટકાવારી
બિહાર 45.21%
હરિયાણા 46.26%
જમ્મુ-કાશ્મીર 44.41%
ઝારખંડ 54.34%
દિલ્હી 44.58%
ઓડિશા 48.44%
યુપી 43.95%
પ.બંગાળ 70.19%
બપોરે 1 વાગ્યા સુધીમાં 39.13% મતદાન
યુપી 37.23
ઓડિશા 35.69
જમ્મુ કાશ્મીર 35.22
ઝારખંડ 42.54
પશ્ચિમ બંગાળ 54.80
બિહાર 36.48
દિલ્હી એનસીઆર 34.37
હરિયાણા 36.48
https://x.com/ECISVEEP/status/1794279817271247149
પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ આજે ઝારખંડમાં લોકસભા ચૂંટણીમાં પોતાનો મત આપ્યો. ધોની પોતાનો વોટ આપવા માટે રાંચીના એક પોલિંગ બૂથ પર પહોંચ્યો હતો.
https://x.com/ANI/status/1794267115094172098
લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આઠ રાજ્યોમાં મતદાન થઈ રહ્યું છે. રાજધાની દિલ્હીની તમામ સાત બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સહિત અનેક મંત્રીઓ, પૂર્વ મંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓએ મતદાન કર્યું છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલ્હીના એક મતદાન મથક પર પોતાનો મત આપ્યો.
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી અને પાર્ટીના સાંસદ રાહુલ ગાંધીએ મતદાન કર્યું. મતદાન કર્યા બાદ મતદાન મથકની બહાર નીકળતી વખતે સેલ્ફી લીધી હતી.
https://x.com/RahulGandhi/status/1794226691692503399
કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ લોધી એસ્ટેટના અટલ આદર્શ વિદ્યાલયના મતદાન મથક પર પોતાનો મત આપ્યો. વોટિંગ બાદ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, માત્ર INDI ગઠબંધન જ જીતશે.
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે પરિવાર સાથે મતદાન કર્યું હતું. તેમણે કહ્યું કે, જ્યારે મેં પહેલીવાર મતદાન કર્યું ત્યારે હું મારા પિતા સાથે ગયો હતો અને આજે તેઓ 95 વર્ષના છે, તેમણે મારી સાથે મતદાન કર્યું હતું. તે મારા અને દરેક માટે ગર્વની વાત છે. મતદારોએ મતદાન અવશ્ય કરવું જોઈએ. આખા દેશમાં ખૂબ સારું મતદાન થઈ રહ્યું છે, તમે જમ્મુ-કાશ્મીરમાં જુઓ, ત્યાં કેટલું સારું મતદાન થઈ રહ્યું છે.
હરિયાણા ભૂતપૂર્વ કુસ્તીબાજ મહાવીર ફોગાટ અને ભારતીય કુસ્તીબાજ બબીતા ફોગાટે લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં મતદાન કર્યું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર કપિલ દેવે પોતાનો મત આપ્યા પછી કહ્યું કે, હું ખૂબ જ ખુશ છું કે આપણે લોકશાહીમાં છીએ. લોકો તેમના મત વિસ્તાર માટે યોગ્ય ઉમેદવાર પસંદ કરે છે. તે વધુ મહત્વનું છે કે યોગ્ય લોકો હંમેશા આવશે અને દેશ વધુ સારી જગ્યાએ જશે.