વડોદરામાં સ્માર્ટ મીટરથી સ્થાનિકોમાં ભયંકર રોષ

વડોદરામાં લગાવાયેલા એમજીવીસીએલના સ્માર્ટ મીટરનો હજુ પણ વિરોધ થઈ રહ્યો છે. શહેરના વોર્ડ નંબર-૨માં આવેલી સોસાયટીના રહીશોએ સ્માર્ટ મીટરને લઈને વિરોધ દર્શાવ્યો. મોટી સંખ્યામાં સોસાયટીના રહીશોએ વીજ કચેરી ખાતે એકઠા થઈને વિરોધ દર્શાવ્યો. સ્માર્ટ મીટરમાં વધુ વીજબિલ આવતું હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યાં છે.સાથે જ સ્માર્ટ મીટર હટાવીને જૂના મીટર ફરી લગાવવાની પણ સ્થાનિકોની માગ છે.