કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારે સ્વાતિ માલીવાલ સાથે કરવામાં આવેલી ગેરવર્તણુક કેસમાં પોલીસે FIR દાખલ કરી
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે થોડા દિવસો પહેલા આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાન પર સીએમના પીએ દ્વારા તેમની સાથે મારપીટ કરવામાં આવી હતી અને દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. સ્વાતિ માલીવાલે પણ આ અંગે દિલ્હી પોલીસની સામે પોતાનું લેખિત નિવેદન નોંધ્યું છે. આ પછી દિલ્હી પોલીસે સીએમ અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધીને કાર્યવાહી શરૂ કરી છે.
અહેવાલો અનુસાર, દિલ્હી પોલીસને સોમવારે (13મી મે) સવારે લગભગ 9 વાગે સીએમ હાઉસમાંથી બે વખત પીસીઆરને ફોન આવ્યો હતો, ફોન કરનાર પોતાને સ્વાતિ માલિવાલ બતાવ્યા હતા. તેમણે કહ્યું કે,’હું સ્વાતિ માલિવાલ બોલું છું, સીએમ હાઉસમાં મારી સાથે મારપીટ થઈ છે’, ફોન કરનારે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ (CM Arvind Kejriwal)ના પીએ પર મારપીટ કર્યોનો આરોપ લગાવ્યો હતો.
કેજરીવાલના અંગત સચિવ બિભવ કુમારે સ્વાતિ માલીવાલ સાથે કરવામાં આવેલી ગેરવર્તણુક કેસમાં પોલીસે FIR દાખલ કરી છે. ફરિયાદમાં ફક્ત બિભવને આરોપી બનાવવામા આવ્યા છે. સ્વાતિએ કહ્યું કે તેને પેટમાં લાતો મારી, 7-8 થપ્પડ મારવામાં આવી, કપડાં ફાડી નાંખ્યા, પેટ તથા બોડી પર હુમલા કરવામાં આવ્યા હતા. સ્વાતિએ દિલ્હી પોલીસને ચાર દિવસ અગાઉ PCR કોલ અંગે વિગતવાર માહિતી આપી હતી. દિલ્હી પોલીસે બિભવ કુમાર વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 556, 509 અને 323ની જોગવાઈઓ હેઠળ એફઆઈઆર નોંધી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે મોડી રાત્રે સ્વાતિની મેડિકલ તપાસ કરવામાં આવી હતી, જે હવે ટૂંક સમયમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન નોંધવા સાથે તૈયાર છે. પોલીસે તપાસને વેગ બનાવી છે. તેમની પૂછપરછ કરવામાં આવશે. બિભવને રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ શુક્રવારે આ અંગે જાણ કરી હતી.
સ્વાતિ માલીવાલે ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, ‘મારી સાથે જે થયું, તે ખૂબ જ ખરાબ થયું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને નિવેદન આપ્યું છે. મને આશા છે કે, યોગ્ય કાર્યવાહી થશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ રહ્યા છે. જે લોકોએ પ્રાર્થના કરી તેમનો આભાર વ્યક્ત કરું છું. જે લોકોએ મારા ચરિત્ર પર આંગળી ચિંધી અને એવું કહ્યું કે, બીજી પાર્ટીઓના ઈશારે કરી રહી છું, ભગવાન તેમને પણ ખુશ રાખે. દેશમાં મુખ્ય ચૂંટણી ચાલી રહી છે, સ્વાતિ માલીવાલ જરૂરી નથી, દેશના મુદ્દા જરૂરી છે. ભાજપવાળાઓને ખાસ વિનંતી છે કે, તેઓ આ ઘટના પર રાજકારણ ન રમે.’
સ્વાતીએ પોલીસ સમક્ષ શું કહ્યું
“હું દિલ્હીમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા તેમના કેમ્પ ઓફિસ ગઈ હતી. ઓફિસ ગયા બાદ વિભવ કુમારને ફોન કર્યો, પણ મારો સંપર્ક થઈ શક્યો નહીં. ત્યારબાદ મે મોબાઈલ નંબર (વ્હોટ્સએપ મારફતે) એક મેસેજ મોકલ્યો. જોકે કોઈ જવાબ આવ્યો નહીં. ત્યારબાદ હું ઘરના મુખ્ય દરવાજાની અંદર ગઈ, જે પ્રમાણે હું અગાઉના વર્ષોથી હંમેશા કરતી આવી છું વિભવ કુમાર ત્યાં ઉપસ્થિત ન હતા. માટે હું ઘરની અંદર દાખલ થઈ અને ત્યા રહેલા કર્મચારીઓને CMને મળવા અંગે જાણ કરી. મને કહેવામાં આવ્યું કે તેઓ ઘરમાં ઉપસ્થિત છે અને મને ડ્રોઈંગ રુમમાં જવા માટે કહેવામાં આવ્યું છે. હું ડ્રોઈંગ રુમમાં જઈને સોફા પર બેઠી અને મળવા માટે રાહ જોતી હતી. એક સ્ટાફે આવીને મને કહ્યું કે CM મને મળવા માટે આવી રહ્યા છે.
એટલું કહ્યાં બાદ બિભવ કુમાર રૂમમાં ઘૂસી ગયા. તેઓ કોઈ કારણ વગર જોરજોરથી બૂમો પાડવા લાગ્યા અને ત્યા સુધી કે તેઓ મને અપશબ્દો કહેવા લાગ્યા. ઓચિંતી સર્જાયેલી ઘટનાથી હું સ્તબ્ધ થઈ ગઈ. મે તેમને કહ્યું કે તેઓ મારી સાથે આ રીતે વાત કરવાનું બંધ કરે અને CMને ફોન કરે. તેમણે કહ્યું કે તું કેવી રીતે અમારી વાત નહીં માને. તે મારી ઉપર તૂટી પડ્યાં અને મને થપ્પડ મારવાનું શરૂ કર્યું. તેણે મને ઓછામાં ઓછા 7-8 થપ્પડ મારી. હું બુમો પાડતી રહી. હું બિલકુલ સ્તબ્ધ અને આઘાતની સ્થિતિમાં હતી.
તેણે મારા શર્ટને ઉપર તરફ ખેંચ્યો મારા શર્ટના બટણ ખુલ્લી ગયા અને હું નીચે પડી ગઈ અને સેન્ટર ટેબલ પર મારું માથુ અથડાયું. હું મદદ માટે સતત બુમો પાડતી રહી. બિભવ કુમારે મને મારી છાતી, પેટ અને શરીરના નીચેના ભાગ પર લાતો મારી. તેણે મારી ઉપર પૂરી તાકાતથી હુમલો કર્યો. હું પ્રયત્ન કરી રહી કે ગમે તેમ કરીને બહાર નિકળી જાઉ. ત્યારબાદ હું ડ્રોઈંગ રુમના સોફા પર બેસી ગઈ અને હુમલા સમયે મારા ચશ્મા નીચે પડી ગયા.
આ હુમલાથી હું ભયાનક રીતે આઘાતમાં હતી. અને 112 નંબર પર ફોન કર્યો અને ઘટનાની જાણ કરી. તે સતત ધમકી આપતો હતો કે તારે જે કરવું હોય તે કરી. તુ અમારું કંઈ બગાડી શકીશ નહીં. એવી જગ્યાએ દાટી દેશુ કે કોઈને પણ ખબર નહીં પડે. ત્યારબાદ તેને જ્યારે અહેસાસ થયો કે હું 112 નંબર પર છું તો તે રૂમની બહાર નિકળી ગઈ.”
થોડીવાર બાદ પગ CM કેપ કાર્યાલયના મેઈન ગેટ પર રહેલા સુરક્ષા કર્મચારીઓ સાથે આવ્યો. બિભવના કહેવાથી સુરક્ષા કર્મચારીઓએ મને જતા રહેવા કહ્યું. હું તેમને કહેતી રહી કે મારી સાથે મારઝૂડ કરવામાં આવી છે. તેમણે મારી સ્થિતિ જોવી જોઈએ અને PCR પોલીસ આવે ત્યા સુધી રાહ જોવી જોવી જોઈએ.
જોકે તેમણે મને કેમ્પસ છોડી જવા કહ્યું. મને CM નિવાસ સ્થાનની બહાર લઈ જવામાં આવી અને હું થોડીવાર તેમના ઘરના ફર્શ પર બેઠી રહી. કારણ કે મારી ગર્દનમાં દુઃખાવો થઈ રહ્યો હતો.ત્યારબાદ PCR પોલીસ આવી. હું ઓટોમાં બેસીને નિકળી. કારણ કે મને ખુબ જ દુખાવો થતો હતો અને આઘાતમાં હતી. ત્યારબાદ હું ફરિયાદ માટે સિવિલ લાઈન્સ પહોંચી. મેં SHOને ઘટના અંગે જાણ કરી. મારા ઉપર મીડિયાના ફોન આવવા લાગ્યા. ખુબ જ પીડા અને ઘટનાનું રાજકારણ ન થાય તે માટે મે લેખિત ફરિયાજ નોંધાવ્યા વગર પોલીસ સ્ટેશનથી જતી રહી.