જામનગરની બાલાચડી સૈનિક સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ સાથે જાતિય સતામણીનો મામલો સામે આવ્યો

balachadi-sainik-school

સ્કુલના પ્રિન્સીપાલ દ્વારા બેન્ડમાસ્ટર (સંગીત સંચાલક) વિરુદ્ધ નોંધાવ્યો કેસ, અરોપી પોલિસની ગિરફ્તમાં વધુ કાર્યવાહી હાથ ધરી

જામનગરની નામાંકિત બાલાચડી સૈનિક સ્કૂલમાં 12 વર્ષના બે વિદ્યાર્થીઓ સાથે સંગીત માસ્ટર દ્વારા સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યથી જાતિય સતામણી કરવાનો કિસ્સો જામનગર જોડિયા પોલીસ મથકે પહોંચ્યો છે. પોલીસે બેન્ટ માસ્ટર પવનકુમાર જગદીશકુમાર ડાંગી રહે (જોધપુર, રાજસ્થાન) સામે આઈપીસી કલમ 504, 506, પોક્સો-8 એકટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આરોપી સંગીત માસ્ટર પવનકુમાર ડાંગીને કારણે બાલાચડી સૈનિક શાળાની આબરૂના પણ ધજાગરા ઉડાવ્યા છે. જોડિયા પોલીસ સ્ટેશનમાં બાલાચડી સૈનિક સ્કૂલના પ્રિન્સીપાલ શ્રેયસ નીતીનભાઈ મહેતાએ ફરિયાદ આપી હતી. ગુનો દાખલ થતાંની સાથે બેન્ટ માસ્ટર પવનકુમાર ડાંગીને પોલિસે દબોચી લીધો હતો.

જામનગરમાં આવેલી બાલાચડી સૈનિક સ્કૂલમાં બેન્ટ માસ્ટર પવનકુમાર પોતાના ક્લાસમાં 12 વર્ષના બે વિદ્યાર્થોને સાથે જાતીય સતામણી અડપલા કર્યા હતા અને ધાકધમકી પણ આપી હતી. આ સમગ્ ધટનાની જાણ શાળાના પ્રિન્સીલને થાતા, બેન્ડમાસ્ટર વિરુદ્ધ શારીરીક અડપલા અને ધમકી આપવા સહિતની કલમો હેઠણ પ્રિન્સીપલ દ્વારા ગુન્હો દાખલ કરેલા આધારે આરોપી પવનકુમાર ડાંગીની પોલિસની ગિરફ્તમાં છે અને પોલિસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં અવી છે.