આંધ્રપ્રદેશ પોલીસની પ્રશંસનીય કામગીરી પોલીસે આશરે રૂા.૮ કરોડની રોકડ રકમ જપ્ત

પોલીસે આંધ્રપ્રદેશના એનટીઆર જિલ્લામાં પાઈપોથી ભરેલી ટ્રકમાંથી આશરે રૂ. ૮ કરોડની રોકડ જપ્ત કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર, એનટીઆર જિલ્લાના ગરિકાપાડુ ચેકપોસ્ટ પર ચેકિંગ દરમિયાન નોટોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. પોલીસે તમામ રોકડ રકમ જપ્ત કરી આ રકમ ક્યાંથી લાવવામાં આવી અને ક્યાં પહોંચાડવામાં આવાની હતી તે તમામ બાબતોને ધ્યાને લઈ તપાસનો દોર શરૂ કર્યો છે..