ગુજરાતમા 25 લોકસભા બેઠકો ઉપર ત્રણ વાગ્યા સુધી 47.03 ટકા જ મત પડ્યા છે. જે વર્ષ 2019ની ચૂંટણી કરતા ત્રણ ટકા ઓછા છે. છેલ્લે ૨૬મી એપ્રિલ 2019ના રોજ ત્રણ વાગ્યા સુધી 50.36 % વોટ પડ્યા હતા.
આજે દેશમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી થઈ રહી છે. દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં અત્યારે લોકસભાની 25 સીટ પર મતદાન ચાલી રહ્યું છે. સાથે જ રાજ્યમાં વિધાનસભાની 5 બેઠકો પર પેટા ચૂંટણી પણ આજે જ યોજાઇ રહી છે. પોરબંદર, વિજાપુર, ખંભાત, વાઘોડિયા અને માણાવદર એમ 5 વિધાનસભા સીટની પેટાચૂંટણી પણ યોજાઈ રહી છે. લોકસભાની સામાન્ય ચૂંટણીઓ માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભાની પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે જંગ યોજાઈ રહ્યો છે.
રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં કુલ 47.03 ટકા મતદાન થયું છે. જેમાં અત્યારે વલસાડ બેઠક પર સૌથી વધારે 58.05 ટકા મતદાન અને સૌથી ઓછું અમરેલી અને પોરબંદરમાં 37.82 ટકા મતદાન થયું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 47.03 ટકા મતદાન.
કચ્છમાં 41.18 ટકા મતદાન
જૂનાગઢમાં 44.47 ટકા મતદાન
અમદાવાદ પૂર્વ 43.55 ટકા મતદાન
મહેસાણામાં 48.15 ટકા મતદાન
આણંદમાં 52.49 ટકા મતદાન
બનાસકાંઠામાં 55.74 ટકા મતદાન
પાટણમાં 46.69 ટકા મતદાન
સાબરકાંઠા 50.36 ટકા મતદાન
ગાંધીનગરમાં 48.99 ટકા મતદાન
અમદાવાદ પશ્ચિમ 42.21 ટકા મતદાન
સુરેન્દ્રનગરમાં 40.93 ટકા મતદાન
રાજકોટથી 46.47 ટકા મતદાન
પોરબંદરમાં 37.96 ટકા મતદાન
જામનગરમાં 42.52 ટકા મતદાન
અમરેલીમાં 37.82 ટકા મતદાન
ભાવનગરમાં 40.96 ટકા મતદાન
ખેડામાં 46.11 ટકા મતદાન
પંચમહાલમાં 45.72 ટકા મતદાન
દાહોદમાં 46.97 ટકા મતદાન
વડોદરામાં 48.48 ટકા મતદાન
છોટાઉદેપુરમાં 54.24 ટકા મતદાન
ભરૂચમાં 54.90 ટકા મતદાન
બારડોલીમાં 51.97 ટકા મતદાન
નવસારીમાં 48.03 ટકા મતદાન
વલસાડમાં 58.05 ટકા મતદા