રૂપાલાના વિવાદને લઈને ભાજપનો અંતે નવો પેતરો, લીધો સાધુ, સંતોનો સહારો

Over the Rupala controversy, the BJP finally got a new foot

રિસામણા ક્ષત્રિયોને મનવામાં સફળતા ન મળતા ભાજપ સાધુ, સંતોની ચરણમાં પહોચ્યો

વિવાદીત ટીપ્પણી મુદ્દે ક્ષત્રિયોના વિરોધને લાઈને બધાની નજર હવે ગુજરાતના મતદાન પર છે

રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનાં વિવાદાસ્પદ નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિયોનો રોષ સાતમાં આસમાન પર પહોંચ્યો છે. આ વિવાદ રાજકોટ ખાતે વાલ્મીકિ સમાજના એક સ્નેહમિલન સમારોહમાં સભા સંબોધતી વખતે ‘જૂના જમાનાના રાજવીઓ’ અંગે ટિપ્પણી કરી હતી જેનો વીડિયો વાઇરલ થતા સમગ્ર વિવાદ ગુજરાત સહિત દેશભરમાં વકર્યો છે. જેના લીધે ભાજપની ચિંતામાં ખુબ મોટો વધારો થયો છે.

હાલ ક્ષત્રિયો પોતાની અસ્તમિતાને તાર તાર કરતા વિવાદને લઈને રસ્તા પર ઉતરી આવ્યા છે, ક્ષત્રિયોને મનાવવાના અનેક પ્રયાસો બાદ તેમાં સફળતા ન મળતા હવે ભાજપ સાધુ-સંતોને પાસે પહોંચ્યો હોય છે તેમ સ્વામિનારાયણ વડતાળ સંસ્થાનના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સામીએ ગુજરાતના સમસ્ત નાગરિકોને મતદાનની અપીલ કરતું એક લેટર સામે આવ્યું છે. તેમજ સોરઠના સંતોએ વધુમાં વધુ મતદાન કરી આડકતરી રીતે ભાજપને મત આપવાની અપીલો શરૂ કરતા ભાજપની કેટલી મુશ્કેલી છે તેનો અંદાજ સામે આવી ગયો છે.

સ્વામિનારાયણ સંસ્થાની આપીલ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનું મતદાન 7 મે 2024ના રોજ છે. તેના બે દિવસ પહેલાં 4 મે 2024ના રોજ સ્વામિનારાયણ વડતાળ સંસ્થાનના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી ડો. સંતવલ્લભદાસજી સામીએ ગુજરાતના સમસ્ત નાગરિકોને અપીલ કરી છે કે “આપણે સજાગ અને જાગૃત છીએ  જેના ફળ સ્વરુપે આપણને રાષ્ટ્રહિત રક્ષક  શાસક મળ્યા છે. રામમંદિર કાશી કોરીડોર મહાકાલ કોરીડોર પાવાગઢ પર ધજા મળી છે. એક રાષ્ટ્ર એક ધ્વજ થયો છે. 370ની કલમ દૂર થઈ છે. અને આગામી 7 તારીખે પુન: એવા જ શાસક પસંદ કરવાનો અવસર આવી રહ્યો છે. સવારે સાત વાગે આપણે મતદાન કેન્દ્ર પર જ હોઈએ એવું પ્લાનિંગ કરવું, કરાવવું. જે અન્નદાન મહાદાન છે એમ મતદાન વિશેષદાન છે. વોટ એ જ સાચો વટ છે. આપણે સૌએ કમળનું બટન દબાવી મતદાનની ફરજ નિભાવવાની છે. આપણા વ્યક્તિગત-વિસ્તારગત નાના મોટા મત ભેદને ભૂલીને જંગી બહુમતી સાથે સરકાર ચૂંટાઈ આવે એવું મતદાન કરવું,

વ્યક્તિગત મત ભેદને ભૂલીને મતદાનની અરજ

ભાજપ સરકાર દ્વારા કલમ 370 નાબૂદ કરવી, રામ મંદિરનું નિર્માણ કરવમાં આવ્યું છે તેમજ રામમંદિર કાશી કોરીડોર, મહાકાલ કોરીડોર, પાવાગઢ પર ધજા મળી જેવા ઉલ્લેખ કરવામાં આવ્યું છે. અન્નદાન મહાદાન છે એમ મતદાન વિશેષદાન છે. વોટ એ જ સાચો વટ છે. આપણે સૌએ કમળનું બટન દબાવી મતદાનની ફરજ નિભાવવાની છે.

આપણા વ્યક્તિગત-વિસ્તારગત નાના મોટા મત ભેદને ભૂલીને જંગી બહુમતી સાથે સરકાર ચૂંટાઈ આવે એવું મતદાન કરવું, વડતાલ સંસ્થાની અરજ છે

ધર્મગુરુઓને રાજકીય રંગ

ભારતીય જનતા પાર્ટીએ સાધુ, સંતોને પણ રાજકીય રંગ લાગ્યો હોય તેમ સોરઠના ઘણા સાધુઓએ વીડિયો બનાવ્યા છે. તે સાધુઓ વધુમાં વધુ મતદાન કરીને ભાજપને મત આપવા અપીલ કરતા જોવા મળે છે. દેશને વિશ્વગુરૂ બનાવવા માટે ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રના ગૌરવને જાળવી રાખવા, રાષ્ટ્રને નુકસાનની ભીતિના કારણે સનાતન વિરોધી દેશ માટે હાનિકારક હોવાના, સનાતનને મજબૂત બનાવવા નિવેદનો કરીને રાષ્ટ્રના નિર્માણ માટે, સુવર્ણ ભવિષ્ય માટે ભાજપને મત આપવા અપીલ કરી છે.

ધર્મગુરુઓની સંસ્થાઓ સત્તાપક્ષની એજેન્ટ છે?

સાધુઓ ઈશ્વરની આરતી ઉતારવાને બદલે રાજકીયો પક્ષના નેતાઓની આરતી ઊતારે છે. પોતાના ભક્તોને ભાજપનું બટન દબાવવાની અપીલ કરે છે. ધર્મનો અને સંપ્રદાયનો આ દુરુપયોગ થાય છે.

મોટાભાગે સંતો કે ધર્માચાર્યો રાજકારણથી દૂર રહેતા હોય છે. કેમ કે, રાજકારણ કોઈપણ હદ સુધી જતું હોવાથી તેની ખરાબ અસરનો ભોગ બનવાનો વારો આવે તેવી શક્યતાઓ હોય છે.