બિહારના ગોપાલગંજ ખાતે ગધેડા ઉપર ચુંટણીનો પ્રચાર

એક અપક્ષ ઉમેદવાર આજે ગોપાલગંજમાં ગધેડા પર સવાર થઈને ઉમેદવારી નોંધાવવા પહોંચ્યો હતો. તેને જાેવા માટે લોકોની ભીડ એકઠી થઈ હતી… કુચાયકોટ બ્લોકના શામપુર ગામના રહેવાસી પૂર્વ જિલ્લા કાઉન્સિલર સત્યેન્દ્ર બેઠ ત્રીજી વખત લોકસભા ચૂંટણી લડી રહ્યા છે. નામાંકન ફોર્મ ભર્યા બાદ સત્યેન્દ્ર બેઠાએ કહ્યું કે તેઓ ગધેડાની મદદથી પણ ચૂંટણી પ્રચાર કરશે...