કોંગ્રેસે કોવિશીલ્ડ વેક્સિનના ગંભીર મુદ્દે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધી
માણસનું જીવન અમૂલ્ય છે કોઈપણ કિમતે માણસને પુનહ જીવત નથી કરી શકતા એટલા જ માટે માણસને જીવન માટે કાળજી લેવું જરૂરી છે. કોરોના કાળમાં બઘા લોકો ચિંતિત હતા. વેક્શિન માટેની જે શોધની હોડ લાગેલી હતી અને સામાન્ય રીતે રસીની આડઅસર જોવા માટેની જે સમય હોય એ સમય દુનિયા રાહ જોઈ શકે એવી સ્થિતિમાં ન હોતી એટલે વેક્સિન આપવાનું ઝડપથી ચાલું થયું ત્યારે WHO(વિશ્વ આરોગ્ય સંસ્થા) કહ્યું કે આ ઝડપથી પુરી ચકાસળીની આડઅસરો થાય એ માટે સમય લેવાના કારણે વેક્સિનની શરૂઆત કરી હતી. દરેક દેશ આડઅસરો ઉપર કાળજી રાખે અને શું આડઅસર થશે તેનો રિપોર્ટ રાખે WHOનો આ દેશ હતો.
વેક્સિન આપ્યાનો કોઈ ડેટા નથી
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)ના નિર્દેશ આપ્યા પછી દરેક દેશોએ પોતાના લોકોને કઈ વેક્સિન આપતા હતા. કોને કઈ રસી આપી તેના હેલ્થ પેરામિટરશ શુ હતા અને વેક્શિન આપ્યા બાદ હેલ્થ પેરામિટરશમાં શું ફેરફાર થયા બાદ કોઈનું પણ મૃત્યુ થાય તો એનું સર્વેલેન્શ અને ડેટા ભેગા કરવાનું કામ દુનિયાના દરેક દેશ કરતા હતા..
આપણો દેશ એક એવો હતો કે કોવિડ19માં લોકોને વેક્સિન આપ્યા પછી નાતો ડેટા છે, નાતો હેલ્થ પેરામિટરશનું મોનિટરીંગ છે, રસીના કારણે મૃત્યુ થયું કે કેમ તેની ચકાસણી અને કયું વેક્સિન લીધું તેનું કોઈ ડેટાના પ્રમાણ રાખ્યો નથી
WHOની 2023ની ગાઈડ લાઈન
વેક્સિનની આડઅસરમાં થ્રોમ્બોસિસ, બ્લડ કલોટિંગ થાય છે, હાર્ટએટક, બ્રેનસ્ટ્રોક, કિડની ફેલ આવા બધાથી મૃત્યુ થવાનું ધ્યાને આવ્યું છે. આ અંગેની ઈર્મજન્સી આવી ગાઈડ લાઈન 2023માં WHOએ આપી હતી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માર્ગદર્શીકા આપ્યા બાદ દેશમાં ના ડેટા કલેક્ટ કર્યુ કે ના કોઈ સરકારે ચિંતા કરી હતી. કેટલાક ડોક્ટરનું પણ માનવું હતું કે આનું કારણ આ વેક્સિન છે.
ઝીરો અવર્સ નોટિસ
શક્તિસિંહએ પાર્લામેન્ટ્રીમાં ઝીરો અવર્સ નોટિસ પણ આપી હતી. મારી નોટિસ ઉપર સકકારે કોઈપણ સર્વેલેન્શ ન થયું.
એસ્ટ્રાઝેનેકા કંપનીએ સ્વીકાર કર્યો
યુનાઇટેડ કિંગડમની હાઈ કોર્ટમાં ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા જેણે વેક્સિનની માત્ર શોધ કરી હતી કોરોનાની બનાવી નહોતી એમણે ભારત દેશની સિરમ ઈન્સ્ટિટ્યુટ સાથે પ્રોડેકશન માટે કોન્ટ્રાક કર્યો શોધ યુકેમાં થઈ અને બનાવાનું ચાલુ કર્યું ભારતમાં અને નામ આપ્યું કોવિશિલ્ડ વેક્સિન આપવાનું શરૂ થયું હવે વેક્સિન બનાવનારી બ્રિટનની એસ્ટ્રાઝેનેકા કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઇકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વેક્સિનની રસીમાં આડઅસર છે. રસીના કારણે ટીટીએસ (થ્રમ્બોસાઇટોપેનિયા સિન્ડ્રોમ) થવાથી શરીરમાં બ્લડ ક્લોટ થતાં બ્રેઇન સ્ટ્રોક કે હૃદયરોગનો હુમલો થવાની આશંકા રહે છે. આ અહેવાલ સામે આવ્યા બાદ ગુજરાતમાં કોવિશિલ્ડ વેક્સિનનો ડૉ. લેનારા અનેક લોકો ચિંતામાં મૂકાઇ ગયા છે. અલબત્ત, ડૉક્ટરોના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.0001 ટકા છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.
ઝડપથી વેક્સિનની શોધ
Who એ 2019મા કહ્યુ હતું કે કોરોનાના કપરા સમયમાં વેક્સિન ઝડપથી શોધ થાય હતી. એટલે સરકારને ચિંતા કરવાની જરૂર હતી. શક્તિસિંહ કહ્યુ શા માટે ચિંતા ન કરી મે પાર્લામેન્ટમાં ગુજરાતનો દાખલો ઉઠાવીને આપ્યો હતો લોકો મરી રહ્યા છે. તો પણ સરકારે કોઈ પરવા કરી નહિં.
ભારતમાં 205 કરોડ કોવિશિલ્ડના ડોઝ ખૂબ પ્રેસર કરીને આપ્યા છે. ગુજરાતમાં 10.53 કરોડ બૂસ્ટર ડોઝ સાથે આપ્યા હતા.
118 વર્ષ જૂની CRI સંસ્થા
ભારત સરકારની પોતાની સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRI) આ સંસ્થા (3 મે 1905 સ્થાપના) 118 વર્ષ જૂની છે અને વેક્સિન બનાવે છે. પ્રોડ્યુશ કરે છે. કોઈપણ પ્રાઈવેડ કંપની કરતા તેની કેપેસિટી ખૂબ ઉચી છે. આ ઇન્સ્ટિટ્યૂટ ભારત સરકારની છે દુનિયાભરમાં વેક્સિન માટે પાયોનિયર સ્થાપક પૈકીની આ ઇન્સ્ટિટ્યૂટ આપણા દેશમાં છે.
બીજ વિશ્વ યુદ્ધ વખતે આ સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CRI) માંથી જે વેક્સિન ગયા તે સમગ્ર દુનિયમાં પ્રંશસા થઈ હતી. પોલિયો, ટીબી જેવી અનેક વેક્સિન આ સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં બની હતી.
ભારત સરકાર પાસે સરકાર પાસે બેસ્ટ લેબોરેટરી સેન્ટ્રલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ હોવા છતાંય તેમણે પ્રાઈવેટ સિરમ ઇન્સ્ટિટ્યૂટ કંપનીને વેક્સિન બનાવાનું કાપ આપ્યુ હતું