સુરત પોલીસને મળેલી મોટી સફળતા ડ્રગ્સ તથા મોબાઈલ ફોન કુલ રૂ.૧,૦૨,૩૦,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે

પોલીસે છટકુ ગોઠવ્યા પછી એસઓજી દ્વારા ડ્રગ્સ તથા મોબાઈલ ફોન નંગ-૦૩ તથા બે મોપેડ તથા એક પ્રેસ/મિડીયાનુ કાર્ડ મળી કુલ કિં.રૂ.૧,૦૨,૩૦,૦૦૦/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી ડ્રગ્સ માર્કેટમાં સપ્લાય થાય તે પહેલાજ પકડી પાડવામાં સફળતા મળેલ છે. જેથી વોન્ટેડ આરોપીઓ વિરૂધ્ધમાં લાલગેટ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ અધિનીયમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ છે.તથા આ વોન્ટેડ આરોપીને પકડી પાડવા પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે.