ગુજરાત ATS દ્નારા 25 પિસ્તોલ અને 90 કારતૂ સાથે 6 આરોપીને ઝડપી લીધા

ATS-Gujarat

મધ્યપ્રદેશથી લાવીને વેચાણ કરતા ગેરકાયદે હથિયારનું રેકેટ ઝડપાયું

અમદાવાદમાં ગેરકાયદેસર 25 પિસ્તોલો અને 90 કારતૂસોનો જથ્થો સાથે 6 આરોપીને ગુજરાત ATSની ટીમે ઝડપી લીધા છે. ATS ગુજરાતના વરીષ્ઠ પોલીસ અધિકારીઓ દ્વારા એ.ટી.એસ.ના અધિકારીઓને ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ પર સવેલન્સ રાખવા સૂચના કરેલ હતી. આ દરમિયાન નાયબ પોલીસ અધિક્ષક હર્સ ઉપાધ્યાય નાઓને બાતમી મળેલ આધારે મધ્યપ્રદેશના જાંબુઆનો શિવમ નામના શખ્સ પાસેથી પોતાના કબ્જજમાં ગેર કાયદેસર પિસ્તોલો તથા કારતૂસોનો જથ્થો રાખી અમદાવાદના નારોલ બ્રિજના છેડે ફૂટપાથ ઉપર આવી ચોટીલાના મનોજ ચૌહાણ નામના શખ્સને ડીલીવરી કરવા જતા પોલીસે આરોપીઓને ઝડપી લીધા હતા. ATSએ આ બંને શખ્સ સામે પણ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તજવીજ શરૂ કરી છે.

ગુજરાત ATSની ટીમે બાતમીના આધારે નારોલ બ્રિજના પાસેથી શિવમ (શિવા) ઇન્દરસીંગ ડામોર પાસેથી 5 નંગ અને 20 નંગ કારતૂસ સાથે પકડ્યો હતો. ત્યારબાદ તેના વિરુદ્ધ આર્મ્સ એકટનો ગુનો નોંધીને વધુ તપાસ કરવામાં જાણવા મળેલ કે, પકડાયેલ આરોપી શિવમ ઇંદ્રધસિંહ ડામોર છેલ્લા વર્ષ દરમિયાન વિવિધ ટ્રાવેલ્સમાાં મધ્ય પ્રદેશથી જામખંભળિયા દર ત્રીજ ચોથા દિવસે આવન જાવન કરતો હતો, જે દરમિયાન તે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાાં અલગ અલગ માણસોનાં સંપર્કમાં આવી લોકોને હથિયાર જોઈએ તો મધ્યપ્રદેશથી લાવી આપવાની ખાતરી આપતો. જેમાં તેણે પોતાનું કમિશન મેળવી છેલ્લા ત્રણ માસ દરમિયાન અલગ અલગ લોકોને હથિયાર પહોચાડયા હોવાની વિગતો ઉજાગર થયેલ છે. જે બાદ PSI વી. આર. જડેજા, વી.એન.ભરવાડ તેમજ તપાસ કરનાર પો.સ.ઈ. આર. આર. ગરચરનાઓની ટીમ વિવિધ જગ્યાએ જઈ રેડ કરતા અમરેલી, રાજકોટ શહેર તેમજ સુરેન્દ્રનર્ગર જીલ્લાઓમાાંથી વધુ ૨૦ પિસ્તોલો તથા ૭૦ રાઉન્ડનો જથ્થા સાથે અન્ય ચાર ઈસમોની ધરપકડ કરેલ અને આર્મસસ એક્ટ અંતગસત ગન્હો દાખલ કરી કાયદેસરની કાયસવાહી હાથ ધરવામાાં આવેલ છે. ગેરકાયદેસર રીતે હથિયારોના સપ્લાય કરતા અન્ય કોઈ વ્યક્તિઓ સામેલ છે એ અંગે વધુ તપાસ હાલ ચાલુમા છે