Happy Birthday Sachin: માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર આજે 51 વર્ષના થયા, જાણો તેમની સાથે જોડાયેલ મહત્ત્વની વાતો અને રેકોર્ડ્સ

sachin-tendulkar

RCBના ખેલાડીઓસચિન તેંડુલકરને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવી, જુઓ વીડિયો

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરનો આજે જન્મદિવસ છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર આજે 24 એપ્રિલના રોજ 51 વર્ષના થઈ ગયા છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન આજે પોતાના 51મા જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે.

સચિને ભારત માટે 24 વર્ષ અને 1 દિવસ ક્રિકેટ રમી હતી. તેણે 15 નવેમ્બર 1989ના રોજ 16 વર્ષની ઉંમરે પાકિસ્તાન સામે તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને તેની છેલ્લી મેચ 14 નવેમ્બર 2013ના રોજ વાનખેડે ખાતે વેસ્ટ ઈન્ડિઝ સામે રમી હતી. સચિને તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીમાં 664 મેચમાં 34357 રન બનાવ્યા છે. ત્રણેય ફોર્મેટમાં કુલ 201 વિકેટ પણ તેના નામે છે. સચિન ICC ODI વર્લ્ડ કપ 2011ની વિજેતા ટીમનો ભાગ હતો.

ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરને તેના જન્મદિવસની શુભેચ્છા પાઠવતા RCBના ખેલાડીઓ.

સચિન માત્ર ભારતના જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના મહાન ક્રિકેટરોમાંથી એક છે. તેણે પોતાની ક્રિકેટ કારકિર્દીમાં ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. ભારતના મહાન ક્રિકેટર અને માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના નામે નોંધાયેલ એવા રેકોર્ડ્સ વિષે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છે કે જે તૂટી શકે તેમ નથી અથવા તો લગભગ અશક્ય છે.

સચિન તેંડુલકર સાથે જોડાયેલી કેટલીક મહત્વની વાતો અને તેમના રેકોર્ડઃ-

  • સચિન તેંડુલકરે તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 100 સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી છે.
  • સચિન તેંડુલકર વિશ્વનો એકમાત્ર એવો ખેલાડી છે જેણે 200 ટેસ્ટ મેચ રમી છે. આજના સમયમાં આ રેકોર્ડ તૂટવો લગભગ અશક્ય છે.
  • તેણે 200 ટેસ્ટ મેચોની 329 ઇનિંગ્સમાં 1 સદી અને 68 અડધી સદી સાથે 15921 રન બનાવ્યા છે.
  • સચિન તેંડુલકર ક્રિકેટ ઈતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન છે. તેણે પોતાના ઈન્ટરનેશનલ કરિયરમાં કુલ 34,357 રન બનાવ્યા છે.
  • સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ કરિયરમાં સૌથી વધુ 664 મેચ રમી છે.
  • સચિને 463 ODI મેચોમાં 69 અડધી સદી અને 46 સદીની મદદથી 18426 રન બનાવ્યા છે.
  • સચિને ટેસ્ટ ક્રિકેટમાં 6 વખત બેવડી સદી ફટકારી છે. તેનો સર્વોચ્ચ સ્કોર 248 અકબંધ રહ્યો છે, જે બાંગ્લાદેશ સામે આવ્યો હતો.
  • સચિન તેંડુલકરે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા છે. સચિને 664 મેચોની 782 ઇનિંગ્સમાં કુલ 4076 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રેકોર્ડ તૂટવો લગભગ અશક્ય છે.
  • ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સચિન તેંડુલકરે સૌથી વધુ વખત 50 પ્લસ રન બનાવ્યા છે. સચિને 264 વખત 50 પ્લસ રન બનાવ્યા છે. જેમાં 100 સેન્ચુરી અને 164 હાફ સેન્ચુરીનો સમાવેશ થાય છે.