સલમાન ખાનને મળ્યા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે

મુંબઈઃ અભિનેતા સલમાન ખાનને મળ્યા બાદ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, “હું સલમાન ખાનને મળ્યો છું અને મેં તેમને કહ્યું છે કે સમગ્ર સરકાર તેમની સાથે છે… ગઈકાલે બંને આરોપીઓની ગુજરાતના ભુજમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેઓની ધરપકડ કરવામાં આવશે. પૂછપરછ કરવામાં આવશે કે જેઓ સામેલ છે તેને બક્ષવામાં આવશે નહીં...