રાજકોટમાં મળનાર ક્ષત્રિય સમાજનું મહાસંમેલન હાલ પૂરતું મોકૂફ રખાયું, રુપાલાને મળી રાહત

rupala-sammelan

પુરષોત્તમ રુપાલા ફોર્મ ના ભરે ત્યાં સુધી કોઈ સંમેલન કે આંદોલન નહીં કરવામાં આવે

લોકસભા ચૂંટણી પૂર્વે રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાનો જે વિવાદ ઉગ્ર થઇ રહ્યો છે તે અંગે હાલ પુરષોત્તમ રુપાલા માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. જે મુજબ રાજકોટ ખાતે આગામી 7 એપ્રિલના ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દેશભરમાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો ઉપસ્થિત રહેવાના હતા. પરંતુ સમાજના આગેવાનો દ્વારા આ સંમેલન હાલ પુરતુ મોકૂફ રાખવામાં આવ્યું છે.

સંમેલન રદ્દ કરવા અંગે ક્ષત્રિય આગેવાન પી.ટી. જાડેજાએ જણાવ્યું કે, પુરષોત્તમ રુપાલા ફોર્મ ના ભરે, ત્યાં સુધી કોઈ સંમેલન નહીં કરીએ. રુપાલા દ્વારા ફોર્મ ભરાયા બાદ ભાવિ રણનીતિ જાહેર કરવામાં આવશે. આટલું જ નહીં, ત્યાં સુધી કોઈ આંદોલન પણ નહીં કરવામાં આવે. જો કે ભાજપ ઉમેદવાર પુરષોત્તમ રુપાલા પોતાનું ફોર્મ ભરશે, તે બાદ આગળના કાર્યક્રમની જાહેરાત કરવામાં આવશે.

પુરશોત્તમ રુપાલાને લઈને સુરતમાં પાટીદાર સમાજે પણ મહાસંમેલનનું આયોજન કર્યું છે. પાટીદાર સમાજે 7 એપ્રિલના રોજ સુરત શહેરના વરાછા વિસ્તારમાં એક સ્નેહમિલન સામારોહનું આયોજન કર્યું છે. આ સંમેલનમાં ગુજરાતના તમામ પાટીદાર સમાજના આગેવાનો અને કાર્યકારોને ઉપસ્થિત રહેવાન માટે જણાવ્યુ છે. રાજકોટ જિલ્લામાં રહેતા પાટીદાર સમાજનાં લોકોને ખાસ આ સંમેલનમાં ઉપસ્થિત રહેવાનું આહ્વાન કરવામાં આવ્યું છે.