બાલ્ટીમોરમાં ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ એક મોટા જહાજ સાથે અથડાયા બાદ તૂટી પડ્યો, બચાવ કામગીરી શરુ, જૂઓ વીડિયો

baltimore key-bridge

બાલ્ટીમોરનો સૌથી લાંબો ફ્રાન્સિસ સ્કોટ કી બ્રિજ સાથે મંગળવારે સવારે મોટુ કાર્ગો જહાજ અથડાયા પછી બ્રિજ તુટી પડ્યો હતો. બ્રિજ તૂટીને પાણીમાં પડ્યો તે સમયે તેના પર સાત જેટલા બાંધકામ કામદારો અને ત્રણથી ચાર નાગરિક વાહનો હાજર હતા જે પાણીમાં પડ્યા હતા.

બાલ્ટીમોર સિટી ફાયર વિભાગે આ બ્રિજ તૂટી પડવાની ઘટનાને સામૂહિક જાનહાનિની ઘટના તરીકે ગણાવી છે. બાલ્ટીમોર સિટી ફાયર વિભાગે જણાવ્યું કે “અમને લગભગ 1:30 વાગ્યે ઘણા બધા 911 કૉલ્સ મળ્યા, કે એક જહાજ બાલ્ટીમોરના કી બ્રિજ પર અથડાયું, જેના કારણે બ્રિજ તૂટી પડ્યો હતો.”બાલ્ટીમોર ફાયર વિભાગના સંચાર નિર્દેશક, કેવિન કાર્ટરાઇટે રોઇટર્સને જણાવ્યું હતું.”હાલમાં આ સામૂહિક જાનહાનિની ઘટના છે અને અમે સાત લોકોની શોધ કરી રહ્યા છીએ જેઓ નદીમાં પડી ગયા છે.”

મળેલ માહિતી અનુસાર જહાજ બ્રિજને અથડાયુ ત્યારે જહાજમાં આગ લાગી હતી અને ઘણા વાહનો નીચે નદીમાં પડી ગયા હતા. ઘટના બાદ બ્રિજને વાહનોની અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. બાલ્ટીમોર ફાયર વિભાગના સંચાર નિર્દેશક, કેવિન કાર્ટરાઈટે એપીને જણાવ્યું. “આ એક ભયંકર કટોકટી છે, અમારું ધ્યાન અત્યારે આ લોકોને બચાવવામાં અને બધુ સામાન્ય કરવા પર કેન્દ્રિત છે.”

બાલ્ટીમોરના મેયર બ્રેન્ડન સ્કોટે X પર જણાવ્યું હતું કે તેઓને આ ઘટનાની માહિતી મળી છે. તેમણે કહ્યું કે “ઇમરજન્સી કર્મચારીઓ ઘટનાસ્થળે છે, અને બચાવનાં પ્રયાસો ચાલુ છે,”

બાલ્ટીમોરમાં પૂલ તૂટી પડવાની ઘટનામાં શું થયું?
LSEG ના શિપ ટ્રેકિંગ ડેટાથી જાણવા મળ્યુ કે સિંગાપોર-ધ્વજવાળું કન્ટેનર જહાજ, ડાલી કી બ્રિજની બાજુમાં તે જગ્યા પર છે જ્યાં આ દુર્ઘટના ઘટી છે. રોઇટર્સે LSEG ડેટા શોને ટાંકીને જણાવ્યું હતુ કે જહાજના રજીસ્ટર્ડ માલિક ગ્રેસ ઓશન પીટીઇ લિમિટેડ છે અને તેનું સંચાલન સિનર્જી મરીન ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.