રંજનબેનને ત્રીજીવાર લોકસભાની ટીકીટ મળતા વડોદરા ભાજપમાં ભડકા જેવી સ્થિતિ હતી. કાર્યરોમાં નારાજગી, પોસ્ટર વોર જેવા અનેક કારણો અને વિરોધના સૂર વચ્ચે રંજન ભટ્ટે ચૂટણી ન લડવાનું કહ્યું
ભાજપ દ્વરા લોકસભાની બેઠકના નામોની જાહેરાત થયા બાદ શીસ્ત બદ્ધ કહેવાતી પાર્ટી ભારતીય જનતા પાર્ટી જાણે કે, વિરોધનો સૂર શાંત પડવાનું નામ લેતું નથી. વડોદરાના ઉમેદવાર જાહેર થયા બાદ રંજનબેન ભટ્ટ સામે ભાજપમાં જ ભારે આંતરિક વિખવાદ જોવા મળ્યો હતો. રંજનબેન ભટ્ટ વિરુદ્ધ શહેરમાં પોસ્ટર વોર પણ શરૂ થયું હતુ. કાર્યરોમાં નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે રંજનબેનની એક ટ્વિટથી વડોદરાનું રાજકારણ ગરમાય ગયું છે. રંજનબેને ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. લોકસભાની ચૂંટણી માટે વડોદરાથી ભાજપના ઉમેદવાર રંજન ભટ્ટે ટ્વીટ કરીને કહ્યું કે, હું રંજનબેન ધનંજય ભટ્ટ મારા અંગત કારણોસર લોકસભા ચૂંટણી 2024 ની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવુ છું.
મીડિયા પર જાહેરાત
ઉમેદવારી સૂચી જાહેર થયાના થોડાક દિવસમાં જ રંજનબેન ભટ્ટે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી છે. ટીકીટને લઈને રંજન ભટ્ટ સામે અનેક વિરોધ ઉઠ્યા હતા. રંજનબેન ભટ્ટ સામે પોસ્ટર વોર શરૂ થયું હતું. રંજન ભટ્ટે તેમણે પોતે સોશિયલ મીડિયામાં વહેલી સવારે આ જાહેરાત કરી છેકે, હું ચૂંટણી લડવા અનિચ્છા દર્શાવી છે. ભાજપમા સસ્પેન્ડ થયેલા જ્યોતિ પંડ્યાએ રંજન ભટ્ટની ઉમેદવારી પાછી ખેંચવા પર નિવેદન આપ્યું કે, આ વડોદરા વાસીઓની જીત છે.
વડોદરા બેઠક પર 10 વર્ષ સેવા આપી
વડોદરાની બેઠક પર 10 વર્ષ સેવા સમર્પિત થઈને કરી છે. ભાજપ પાર્ટીએ ફરીથી મને ત્રીજીવાર ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી. પંરતુ છેલ્લા દસ દિવસથી જે ચાલી રહ્યું છે તે જોતા લાગ્યું, કે જે રીતે લોકો ચલાવી રહ્યા. મને અંતર આત્માના અવાજે કહ્યું કે, હવે નથી કરવું. મને એવું થયું કે, ચૂંટણી નથી લડવી. મને સવારે ભગવાનની પૂજા કર્યા બાદ એવુ થયુ કે, ચૂંટણી નથી લડવી. વિરોધીઓને એવુ લાગતુ હોય કે તેમની જીત થઈ તો તેઓ ખુશ થાય. હુ તો ભાજપને સમર્પિત છું. કાર્યકર તરીકે આગળ પણ કામ કરતી રહીશ. વડોદરાને સીટ છોડીને પીએમ મોદીએ મને સેવા કરવાની તક આપી હતી. હું હંમેશા સમર્પિત રહીને પ્રજા વચ્ચે રહી હતી. મેં વડોદરાનું કામ કર્યું છે. પણ, મને સવારથી એવું થયું કે, રોજેરોજ કોઈને નવુ કરવુ પડે તો તેના કરતા હુ સામેથી જ કહી દઉ કે નથી લડવું.