135 નિર્દોષ લોકોના મોતના જવાબદાર ઓરેવાના માલિક જયસુખ પટેલે 14 મહિનાના જેલવાસ ભોગવ્યા બાદ જામીન
સુપ્રીમ કોર્ટ ના બે જજ નીબેંચનો ચુકાદો, મોરબીની કોર્ટ જામીનની શરતો કરશે નક્કી
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના કેસમાં 135 નિર્દોષ લોકોના મોત જવાબદાર જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટેમાંથી જામીન મળી ગયા છે. 14 મહિનાના જેલવાસ ભોગવ્યા બાદ જામીન મળ્યા છે. સુપ્રિમ કોર્ટે શરતી જામીન આપ્યા છે. નિર્દોષ લોકોના મોતના જવાબદાર જયસુખ પટેલે વર્ષ 2023ના જાન્યુઆરીના અંતમાં અદાલત સમક્ષ શરણાગતિ સ્વીકારી હતી. જયસુખ પટેલ મોરબીની જેલમાંથી બહાર આવવા માટે નીચલી અદાલત અને ગુજરાત હાઈકોર્ટના દ્ધાર પણ ખખડાવી ચૂક્યાં છે.
શું હતો સમગ્ર ધટના ક્રમ
મોરબીમાં મચ્છુ નદી પરનો ઝૂલતો પુલ ગયા વર્ષે 30 ઑક્ટોબરે રવિવારની સાંજે તૂટી પડ્યો હતો. મોરબીમાં પુલ તૂટી પડતાં સેંકડો લોકો નદીમાં પડ્યા હતા અને કેટલાયનાં મૃત્યુ થયાં હતાં. સરકારી આંકડા અનુસાર, આ ઘટનામાં કુલ 135 લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ બ્રિજની જાળવણીનું કામ ઓરેવા ગ્રુપને સોંપવામાં આવ્યું હતું.
લગભગ દોઢસો વર્ષ જૂના ઝૂલતા પુલનું સમારકામ વર્ષોથી થયું નહોતું, જેને કારણે કાટ ખાઈ ગયેલા પુલના કૅબલ અને ઢીલા પડી ગયેલા નટબોલ્ટ એ દિવસે પુલ જોવા પહોંચેલા લગભગ ‘ત્રણ હજાર માણસની અવરજવર’ સહન ન કરી શક્યો અને તૂટી પડ્યો.
ગુજરાત હાઈકોર્ટમાં મામલો ગયો હતો
મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના બાદ સુપ્રીમ કોર્ટમાં મૃતકોના પરિવારજનો વતી એડવૉકેટ ઉત્કર્ષ દવેએ રિટ એપ્લિકેશન ફાઈલ કરી હતી. હાઈકોર્ટે ઝૂલતા પુલ દુર્ઘટના મામલે સુઓમોટો કરી હતી. જેથી સુપ્રીમ કોર્ટે પીડિત પરિવારોને હાઈકોર્ટમાં જવા આદેશ આપ્યો હતો અને સાથે-સાથે કેસની સુનાવણી નિયમિત રીતે હાથ ધરાય પીડિતોને વળતર મળે, ગુજરાત હાઈકોર્ટે મોરબી પુલ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને મૃતક દીઠ બે હપ્તામાં પાંચ-પાંચ લાખ રૂપિયા મળીને કુલ 10 લાખ રૂપિયાનું વચગાળાનું વળતર જ્યારે ઘાયલોને બે લાખ રૂપિયા ચૂકવવા જયસુખ પટેલના ઓરવા ગ્રૂપને આદેશ કર્યો હતો.
કોણ છે જયસુખ પટેલ
જયસુખ પટેલના પિતા અને ભારતના “દીવાલ ઘડિયાળના પિતા” ગણાતા ઓધવજી પટેલે વર્ષ 1971માં 1 લાખ રૂપિયામાં ત્રણ ભાગીદારો સાથે મળીને ‘ઓરેવા ગ્રૂપ’ની સ્થાપના કરી હતી.
ભારતમાં અજંતાની દીવાલ ઘડિયાળ લોકપ્રિય થવા લાગી અને વર્ષ 1981માં કંપનીમાંથી ત્રણ ભાગીદાર અલગ થતાં ‘અજંતા કંપની’ ઓધવજીના નામે થઈ.
ઑક્ટોબર 2012માં ઓધવજી પટેલનું અવસાન થયું એ બાદ અજંતા કંપની ઓધવજીના પુત્રો વચ્ચે વહેંચાઈ ગઈ અને જયસુખ પટેલે તેમના ફાળે આવેલી કંપનીને નવું નામ આપ્યું ‘ઓરેવા’. નીચેની લિંક પર વાંચો તેમની સંપૂર્ણ કહાણી