અરવિંદે ક્યારેય મારી વાત સાંભળી નથી – અન્ના હજારે
ઈડી દ્વારા દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની શરાબ ઘોટાલા કેસમાં ધરપકડ કરવામાં આવી છે. અને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે હવે સામાજિક કાર્યકર અન્ના હજારેનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે “હું ખૂબ જ નારાજ છું કે અરવિંદ કેજરીવાલ, જે મારી સાથે કામ કરતા હતા, દારૂ સામે અવાજ ઉઠાવતા હતા, તે હવે દારૂની નીતિઓ બનાવી રહ્યા છે. જેનુ મને ખૂબ જ દૂઃખ થયું છે. તેમની ધરપકડ તેમના પોતાના કર્મોનાં લીધે થઈ છે. અરવિંદે ક્યારેય મારી વાત સાંભળી નથી અને હું આનાથી દુઃખી છું.”