કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ અભદ્ર ટિપ્પણીથી પાટીદાર સમાજમાં રોષ

kajal-hindustani

કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન મનોજ પનારાએ નોંધાવી ફરિયાદ

મોરબીમાં આયોજીત એક કાર્યક્રમમાં કાજલ હિંદુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે વિવાદિત ટિપ્પણી કરી હતી. સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા ગુજરાતભરનો પાટીદાર સમાજ રોષે ભરાયો છે. આ વાયરલ વીડિયો 8 જૂન 2023નો છે. મોરબીમાં રહેતા કોંગ્રેસના અગ્રણી મનોજભાઈ પનારાએ કાજલ સામે પોલિસ ફરિયાદ દાખલ કરી છે.

સામાજીક કાર્યક્રમમાં કાજલ હિન્દુસ્તાનીએ પાટીદારની દિકરીઓ વિધર્મીઓ સાથે સંબંધ બનાવતી હોવાના આરોપ લગાવ્યા છે. જેને લઈને કાજલ હિન્દુસ્તાની સામે હવે પાટીદાર સમાજે મોરચો માંડ્યો છે. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણીએ કાજલ હિંદુસ્તાની સામે ફરિયાદ નોંધાવી છે. તેમણે કહ્યું કે, મોરબી પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં ટીપ્પણી કરનાર કાજલ હિન્દુસ્તાની જાહેરમાં પાટીદાર સમાજની માફી નહી માંગે તો હાઇકોર્ટમાં જઈશું.

કાજલ હિન્દુસ્તાનીએ કહ્યું હતું કે, એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ વિધર્મી…
વાયરલ વીડિયો 8 જૂન 2023નો અને શ્રી ગાધકડા મિત્ર મંડળ સુરતે આયોજિત 39માં સ્નેહમિલન સમારોહનો હોવાનું સામે આવ્યુ છે. વીડિયોમાં કાજલ હિન્દુસ્તાની કહે છે કે, ‘મોરબીમાં એક જ કોલેજની 7 પટેલની દીકરીઓએ બધા બોયફ્રેન્ડ વિધર્મી બનાવ્યા છે અને અંદરોઅંદર બોયફ્રેન્ડ બદલે છે. સાતેયે મળીને પેલા છોકરાને 40 લાખની કાર ગિફ્ટ આપી દીધી. પિતા બહુ પૈસા કમાવવામાં વ્યસ્ત છે. માતા રીલ બનાવવા પોતાની મસ્તીમાં મસ્ત છે. ઘરમાં લાખો રૂપિયા પડ્યા છે, તિજોરીમાંથી 2-5 લાખ રૂપિયા લઈ લે તો કોને ખબર પડવાની છે. આ છોકરીઓની ઉંમર 16-17 વર્ષની છે. હવે વિચારી લ્યો આપણો સમાજ કઇ જગ્યાએ જઇ રહ્યો છે.’

કોણ છે કાજલ હિન્દુસ્તાની?
કાજલ હિન્દુસ્તાની જામનગર, ગુજરાતની રહેવાસી છે. કાજલ હિન્દુસ્તાની અવારનવાર હિન્દુ સંગઠનોના કાર્યક્રમોમાં જોવા મળે છે. તે વિશ્વ હિન્દુ પરિષદ (VHP)ના કાર્યક્રમોમાં ભાગ લેતી રહે છે. સોશિયલ મીડિયા પર તે ધર્માંતરણ અને હિંદુત્વના મુદ્દે પોતાનો અવાજ ઉઠાવે છે. ટ્વિટર પર તેના 92,000 ફોલોઅર્સ છે.

કાજલ વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા આયોજિત અનેક ટીવી ડિબેટ અને ઈવેન્ટ્સમાં નિયમિતપણે ભાગ લેતી જોવા મળે છે. તે હંમેશા ભારતીય સંસ્કૃતિ અને ધર્મો વિશે જાગૃતિ ફેલાવવાની વાત કરતી જોવા મળે છે. તે હિંદુ હિતો વિશે પોતાનો અવાજ ઉઠાવે છે. તેણી હંમેશા પોતાના નિવેદનો અને પોસ્ટ દ્વારા લઘુમતી સમુદાયને નિશાન બનાવે છે. જ્યારથી તેની ધરપકડના સમાચાર સામે આવ્યા હતા ત્યારથી તેમના સમર્થકો સોશિયલ મીડિયા પર તેમની જલ્દીથી મુક્તિની માંગ કરી રહ્યા છે.