રાજ્યનાં ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બદલીના આદેશ આપવામાં આવ્યા
લોકસભા ચૂંટણી પૂર્વે સરકાર દ્વારા વહીવટી વિભાગમાં મોટા ફેરફાર કરવામાં આવી રહ્યાં છે. ઘણા સમયથી ચૂંટણીલક્ષી બદલીઓની રાહ જોવાઈ રહી હતી. તેવામાં આજે રાજ્યના ગૃહ વિભાગ દ્વારા પોલીસ વિભાગના અધિકારીઓની બદલીના ઓર્ડર આપવામાં આવ્યા છે. આજે એકસાથે 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે.
લોકસભા ચૂંટણી પહેલાં રાજ્યના 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે તેમજ હૈદરાબાદ ખાતે ટ્રેનિંગ પૂર્ણ કરનારા 8 આઇપીએસ અધિકારીઓને પોસ્ટિંગ આપવામાં આવ્યું છે, જ્યારે 5 આઈપીએસ અધિકારીઓને વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યા છે. જેના સાથે જ કેટલાંક પોલીસ અધિકારીઓને બઢતી પણ આપવામાં આવી છે.
સરકાર દ્વારા આજે એકસાથે 65 ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે. એમાં અમદાવાદ સાયબર ક્રાઇમના ડીવાયએસપી તેમજ અન્ય ડીવાયએસપીની પણ બદલી કરવામાં આવી છે. હજુ વધારે આઈપીએસ અધિકારીની બદલીની રાહ જોવાઈ રહી છે. હવે ટૂંક સમયમાં વધુ કેટલાક આઈપીએસ અધિકારીઓની બદલી થાય એવી શક્યતા છે. જેમાં IG કક્ષાના અધિકારીઓને એડિશનલ DGના પ્રમોશન ઉપરાંત મોટાભાગના સીનિયર IPS અધિકારીઓની બદલી કરવામાં આવી શકે છે. આ સાથે જ સુરત પોલીસ કમિશનરની પણ બદલી થવા અંગે જાહેરાત થઈ શકે છે.