ગુજરાત પોલીસ વિભાગમાં 12,472 જગ્યાઓ પર ભરતીની જાહેરાત

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ‘X’ પર ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરાઈ

ગુજરાત પોલીસમાં નોકરી માટે તૈયારી કરતા ઉમેદવારો માટે મહત્વના સમાચાર આવ્યા છે. રાજ્યમાં ચૂંટણી પહેલાં સરકારી નોકરીમાં ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે. જેમાં પોલીસ વિભાગની સૌથી મોટી ભરતી જાહેર કરવામાં આવી છે. રાજ્ય સરકાર 12,472 જગ્યાઓ પર પોલીસ ભરતીઓ બહાર પાડવામાં આવી છે. જેમાં નવા 472 PSIની જગ્યા ભરતી કરવામાં આવશે. જ્યારે 6600 કોન્સ્ટેબલ સહિત SRPની પણ ભરતી કરાશે. જ્યારે હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRPFની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે. આ માટેના ફોર્મથી લઈ વધુ માહિતી આગામી દિવસમાં જાહેર કરવામાં આવશે.

બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (પુરૂષ) – 315
બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેકટર (મહિલા) – 156
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) – 4422
બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 2178
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (પુરૂષ) – 2212
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (મહિલા) – 1090
હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (SRPF)(પુરૂષ) – 1000
જેલ સિપોઇ (પુરૂષ) – 1013
જેલ સિપોઇ (મહિલા) – 85
કુલ ભરતી – 12,472

જેના અંગેની માહિતી પોલીસ ભરતી બોર્ડ દ્વારા આપવામાં આવી છે. આ માટેના ફોર્મથી લઈ વધુ માહિતી આગામી દિવસમાં જાહેર કરવામાં આવશે.

હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા ‘X’ પર ભરતી અંગે કરી જાહેરાત

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા સોશિયલ મીડિયા ‘X’ પર ટ્વિટ કરીને આ અંગે જાહેરાત કરાઈ છે. તેમણે ‘X’ પર લખ્યું કે, ગુજરાત પોલીસમાં જોડાવા ઈચ્છનાર યુવાનો માટે ખુશખબર ! રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસમાં કુલ 12,472 જગ્યાઓ સીધી ભરતીથી ભરવામાં આવશે. આ માટે ઓનલાઈન અરજી કરીને ગુજરાત પોલીસ સાથે દેશની સેવા માટે જોડાઓ. દેશસેવાનું એમનું સપનું થશે સાકાર, ગુજરાત પોલીસમાં નવી ભરતી સાથે અનેક યુવાનોને મળશે આવકાર!

આ અંગેની તમામ માહિતીઓ આગામી દિવસમાં https://ojas.gujarat.gov.in વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. જેના સાથે જ ભરતી માટે ઉંમર અને યોગ્ય શૈક્ષણિક લાયકાત સાથે જ ભરતી માટેના નિયમો પણ આગામી દિવસોમાં વેબસાઈટ પર મુકવામાં આવશે.

ઓનલાઈન કરી શકાશે અરજી

LRD અને PSI સદર્ભે અરજી સ્વીકારવાની શરૂઆત તારીખ 4 એપ્રિલ 2024થી થશે. https://ojas.gujarat.gov.in આ વેબસાઈટ પર અરજી કરી શકાશે. અરજી કરવાની તારીખ વેબસાઈટ પર પબ્લિશ કરાશે. LRD માટે ધોરણ 12 પાસ અને PSI માટે ગ્રેજ્યુએટ હોવું જરુરી છે. LRDમાં પહેલા ફિઝિકલ પરીક્ષા, ફિઝિકલ ઉતીર્ણ થનાર ઉમેદવારને 200 માર્ક્સની MCQ પરીક્ષા આપવાની રહેશે. તેમાં CBRTની સંભાવના છે. 200 માર્ક્સની પરીક્ષા માટે 180 મિનિટ (3 કલાક)નો સમય આપવામાં આવશે.

અગાઉ ફેબ્રુઆરીમાં લોકરક્ષકના વિવિધ સંવર્ગોની સંયુક્ત સીધી ભરતીની પરીક્ષા પદ્ધતિમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા હતા. જે અંતર્ગત અગાઉ લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટી લેવામાં આવતી હતી. હવે દોડ ફક્ત નિયત સમયમાં પાસ કરવાની રહેશે, એના કોઈ ગુણ રહેશે નહીં. પહેલાં શારીરિક કસોટીમાં ઉમેદવારોના વજનને પણ ધ્યાનમાં લેવામાં આવતું હતું, જે હવે રદ કરવામાં આવ્યુ છે. જેથી શારીરિક કસોટી હવે ફક્ત ક્વોલિફાઈંગ રહેશે એના કોઈ ગુણ આપવાના રહેશે નહીં અને શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા તમામ ઉમેદવારો ત્યાર બાદની OBJECTIVE MCQ TESTમાં ભાગ લઈ શકશે.