જેસલમેરમાં સેનાનું ફાઇટર પ્લેન “તેજસ” ક્રેશ, પાયલોટ સુરક્ષિત બહાર નીકળવામાં સફળ

tejas-crash

પોખરણમાં ચાલી રહેલા ‘ભારત શક્તિ’ યુદ્ધાભ્યાસ દરમિયાન ફાઈટર જેટ ક્રેશ થયું

રાજસ્થાનના જેસલમેરમાં ભારતીય સેનાનું એક ફાઇટર વિમાન ક્રેશ થયું છે. આ અકસ્માત જેસલમેરના જવાહર નગરમાં થયો હતો. જો કે આ અકસ્માતમાં પાયલોટ સુરક્ષિત રીતે બહાર નીકળી જતા તે બચવામાં સફળ રહ્યો હતો. ક્રેશ થનાર ભારતીય સેનાનું વિમાન LCA એટલે કે લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ તેજસ હતું. એરક્રાફ્ટ અકસ્માત સમયે ઓપરેશનલ ટ્રેનિંગ પર હતું. અકસ્માત બાદ સેનાએ આ મામલે કોર્ટ ઓફ ઇન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

ભારત શક્તિ યુદ્ધાભ્યાસ દરમિયાન જેસલમેરમાં ફાઈટર જેટ ક્રેશ થયું. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે જેસલમેર શહેરમાં જવાહર કોલોની પાસે બપોરે ભારતીય સેનાનું ફાઈટર પ્લેન તેજસ ક્રેશ થયું હતું. આ પ્લેનમાં બે પાયલટ હતા. અકસ્માત પહેલા બંને પાયલટ બહાર આવી ગયા હતા. હાલ બંને પાયલોટ સુરક્ષિત હોવાનું કહેવાય છે. ક્રેશ થયા બાદ પ્લેનનો કાટમાળ ઘરની દિવાલ સાથે અથડાયો હતો. અચાનક થયેલા વિસ્ફોટ બાદ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને વહીવટીતંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું. એરફોર્સે કોર્ટ ઓફ ઈન્ક્વાયરીનો આદેશ આપ્યો છે.

રાજસ્થાનના પોખરણમાં ચાલી રહેલી ‘ભારત શક્તિ યુદ્ધાભ્યાસ’માં સામેલ તેજસ ફાઈટર જેટ ક્રેશ થયું હતું. જેસલમેર શહેરથી 2 કિમી દૂર જવાહર નગર સ્થિત ભીલ સમુદાયની હોસ્ટેલ પર મંગળવારે બપોરે લગભગ 2 વાગ્યે તે ક્રેશ થઈને અથડાયું હતું. તેજસ ક્રેશની આ પ્રથમ ઘટના છે.

નોંધનીય છે કે, જેસલમેરથી લગભગ 100 કિમી દૂર પોખરણમાં આ ટ્રેનિંગ ચાલી રહી હતી. આ ટ્રેનિંગને ‘ભારત શક્તિ’ નામ આપવામાં આવ્યું છે. પીએમ નરેન્દ્ર મોદી આજે જેસલમેરમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં સૈન્ય અભ્યાસ નિહાળવા આવ્યા છે.