ઝાલોદમા બોર્ડની પરીક્ષા આપતા છાત્રોને પ્રાંત અધિકારી દ્વારા મોઢું મીઠું કરાવી શુભેચ્છા પાઠવી

સમગ્ર રાજ્યમાં બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે. જ્યારે આ પરીક્ષામા બાળકો માટે પ્રથમ દિવસે તેમના વાલીઓ પણ સાથે જાેડાયા હતા. ઝાલોદ નગરના કેળવણી મંડળના પ્રાંગણમાં પરીક્ષા આપવા માટે આવનારા વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા તેમજ કેન્દ્રના નિરીક્ષણ માટે પ્રાંત અધિકારી ભાટિયા આવેલ હતા. પ્રાંત અધિકારી ભાટિયાએ બોર્ડની પરીક્ષા આપવા આવેલ વિધાર્થીઓને પુષ્પગુચ્છ આપી ગોળ થી મોઢું મીઠું કરાવી કેંદ્રના પ્રાંગણમાં પ્રવેશ આપ્યો હતો….