અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આંદોલન કરાયો

ગાંધીનગર ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સહિત અન્ય શિક્ષકો દ્વારા જુની પેન્શન અધિકાર, ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના શિક્ષકોને ૪૨૦૦નો ગ્રેડ પે, ૨૦૦૫ પહેલાનો ઓપીએસનો ઠરાવ જેવા અનેક મુદ્દાઓને સાથે લઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યંુ હતું જેમાં શિક્ષક મહિલાઓ, શિક્ષક પુરુષોએ ભેગા મળીને સરકાર સુધી પોતાની વાતો પહોંચાડવા માટે અનોખો કિમીયો અજમાવ્યો હતો, બધાએ ભેગા મળીને વિરોધ પ્રદર્શન, દેખાવોમા ગરબાનો સમાવશે કર્યો હતો…