વૉટ્સએપ યુઝર્સ માટે આવ્યું શાનદાર ફીચર “Search By Date”

whatsapp

આ ફીચર યુઝર્સને ચોક્કસ તારીખે મોકલવામાં આવેલા ચોક્કસ મેસેજ, ફોટો અથવા વિડિયોને શોધવાની મંજૂરી આપશે.

યુઝર્સ ઘણાં સમયથી જે ફીચરની રાહ જોઈ રહ્યા હતા તે ફીચર હવે આવી ગયું છે. યુઝર્સની ડિમાન્ડ અને સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને વોટ્સએપમાં એક નવું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ નવીનતમ ફીચરનું નામ ‘Search By Date’ છે. તેની મદદથી યુઝર્સ કોઈપણ જૂના મેસેજને માત્ર તારીખ પ્રમાણે સર્ચ કરી શકશે.

વોટ્સએપનું આ નવું ફીચર તમામ યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવ્યું છે. કંપનીએ આ ફીચર મેક અને વિન્ડોઝ વોટ્સએપ વેબ માટે પણ ઉપલબ્ધ કરાવ્યું છે. આ ફીચર દ્વારા તમે તારીખ દ્વારા કોઈપણ જૂથ અથવા વ્યક્તિગત ચેટના સંદેશાઓ શોધી શકશો. મેટાના CEO માર્ક ઝકરબર્ગે પણ પોતાની વૉટ્સએપ ચેનલ પર આ ફીચરનો વીડિયો શેર કર્યો છે.

મેસેજ તારીખ પ્રમાણે કઈ રીતે સર્ચ કરવા?

  • જો તમે તમારા ફોન પર WhatsAppનો ઉપયોગ કરી રહ્યાં છો, તો મેસેજ શોધવા માટે પ્રોફાઇલ પર ક્લિક કરો.
  • જો તમે ગ્રુપમાં મેસેજ સર્ચ કરવા માંગતા હોવ તો ગ્રુપ આઈકોન પર ક્લિક કરો અને જો તમારે પર્સનલ મેસેજ સર્ચ કરવો હોય તો પ્રોફાઇલ પર ક્લિક કરો.
  • તમારા એન્ડ્રોઇડ ફોન પર સર્ચ ફીચરને એક્સેસ કરવા માટે ત્રણ ડોટ્સ પર ટેપ કરો.
  • iPhones પર સર્ચ ફંક્શન માટે યુઝર્સે કોન્ટેક્ટ અથવા ગ્રુપના નામ પર ટેપ કરો.
  • સર્ચ ઓપ્શન પર ક્લિક કરતા નીચે જમણી બાજુએ સર્ચ સિમ્બોલ સાથે એક નાનું કેલેન્ડર દેખાશે, જેના પર ટેપ કરતા જ તમને તારીખનો વિકલ્પ દેખાશે. ત્યાં તારીખ, મહિનો અને વર્ષ નાખીને મેસેજને સર્ચ કરી શકો છો.
  • જોકે આ કરતા પહેલાં તમારે કન્ફર્મ કરવું પડશે કે કે તમારા ફોનમાં WhatsApp ઇન્સ્ટોલ થયેલ છે તે લેટેસ્ટ અપડેટેડ છે કે નહીં. જો લેટેસ્ટ અપડેટ ના હોય તો તેને અપડેટ કરવુ પડશે.
  • જો તમને હજી સુધી તે મળ્યું નથી, તો તમારી WhatsApp એપ અપડેટ કરો. તે પછી તમને આ ફીચર જોવા મળશે.

વ્હોટ્સએપમાં ફેવરિટ કોન્ટેક્ટ ફીચર ટૂંક સમયમાં જ લાવવામાં આવશે. આ ફીચર્સ સાથે યુઝર્સના કોલ ટેબમાં સૌથી ઉપર પસંદ કરેલા ફેવરિટ કોન્ટેક્ટ જોવા મળશે. યુઝર્સ અહીં એક જ ટેપથી તેમના પસંદગીના કોન્ટેક્ટ્સ સાથે કનેક્ટ થઈ શકશે. WhatsAppના આ ફીચર વિશે WABetaInfoએ માહિતી આપી હતી.