ભારતની વિકાસ યાત્રામાં અદભુત તીવ્ર ગતિ ઃ પીએમ નરેન્દ્ર મોદી

ભારત દેશના માનનીય વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના એક ભાષણમાં જણાવ્યું કે, ભારતની વિકાસયાત્રાના આ અદ્ભુત કાલખંડમાં, દેવનું કામ હોય કે દેશનું કામ, બંને તીવ્ર ગતિએ થઈ રહ્યા છે. મોદીની ગેરંટીનો ઉદ્દેશ્ય સમાજના છેલ્લા પગથિયાં પર ઉભેલાં દેશવાસીના જીવનમાં પણ પરિવર્તન લાવવાનો છે. જ્યારે હાલમાં ભારત દેશમાં વિકાસના કાર્યો તેમજ ભારતના ખજાનાનો ખર્ચ સારી અને સાચી જગ્યાએ લાગી રહ્યા છે જેમાં દેશ માટે શસ્ત્રો, ભારત દેશની સુરક્ષા અને વિકાસ કાર્યોમાં સારી એવી રીતે ખર્ચ કરી રહ્યા છીએ, તેમજ પીએમએ સ્થાનિક લોકોના સાથ સહકાર માટેના વખાણ પણ કર્યા હતા…