- અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી ફરી એકવાર દેશની બહાર એક મોટા હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું છે. ગલ્ફ કન્ટ્રીમાં આ પહેલું હિન્દુ મંદિર છે.
- PM મોદીએ મંદિર બનાવવાના નિર્ણય માટે 125 કરોડ ભારતીયો વતી UAE નેતૃત્વનો આભાર માન્યો અને તેને “ઐતિહાસિક” પગલું ગણાવ્યું.
- ઈન્દિરા ગાંધી પછી મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે જેમણે ગલ્ફ દેશની મુલાકાત લીધી છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે UAEના અબુ ધાબીમાં શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. અબુધાબીમાં પથ્થરોથી બનેલું આ પહેલું હિન્દુ મંદિર છે. આ મંદિર 27 એકર જમીનમાં બનેલું છે. અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદી ફરી એકવાર દેશની બહાર એક મોટા હિન્દુ મંદિરનું લોકાર્પણ કર્યું છે. પીએમ મોદી અબુ ધાબી મંદિર પહોંચ્યા અને મંદિરમાં લોકોને શુભેચ્છા પાઠવી.
2015માં વડાપ્રધાન મોદીની ખાડી દેશની બે દિવસીય મુલાકાત દરમિયાન UAEએ અબુ ધાબીમાં મંદિરના નિર્માણ માટે જમીન ફાળવી હતી. બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) મંદિરનું નિર્માણ આશરે રૂ. 700 કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે. મંદિરની બંને તરફ ગંગા અને યમુનાનું પવિત્ર જળ વહી રહ્યું છે, જેને ભારતમાંથી મોટા કન્ટેનરમાં લાવવામાં આવ્યું છે.
અબુ ધાબી પહોંચેલા વડાપ્રધાન મોદીએ મંદિરના નિર્માણ માટે યુએઈના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન જાયદ અલ નાહયાનનો પણ આભાર માન્યો હતો. આ મુલાકાત અત્યંત રાજદ્વારી મહત્વ ધરાવે છે કારણ કે 34 વર્ષમાં વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ગલ્ફ દેશની મુલાકાત લેનારા ઈન્દિરા ગાંધી પછી મોદી પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. મંદિરના લોકાર્પણ પહેલા, સ્વામી બ્રહ્મવિહારીદાસે પણ UAEના નેતાઓનો તેમની ઉદારતા અને સહકાર બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
PM મોદીએ મંદિર બનાવવાના નિર્ણય માટે 125 કરોડ ભારતીયો વતી UAE નેતૃત્વનો આભાર માન્યો અને તેને “ઐતિહાસિક” પગલું ગણાવ્યું. અબુ મુરીખા વિસ્તારમાં સ્થિત આ હિન્દુ મંદિર અંદાજિત 700 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે.આ વિશાળ હિન્દુ મંદિર લગભગ 27 એકર જમીનમાં બનેલું છે. આ મંદિર દુબઈ-અબુ ધાબી શેખ ઝાયેદ હાઈવે પર અલ રહબા પાસે બનેલ છે. સંયુક્ત આરબ અમીરાતની સરકારે આ મંદિર માટે જમીન દાનમાં આપી હતી.
અબુધાબીના આ મંદિરમાં માર્બલ અને સેન્ડસ્ટોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને તેને હાથથી કોતરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે 2015માં વડાપ્રધાન મોદીના UAE પ્રવાસ દરમિયાન અબુ ધાબીએ દુબઈ-અબુ ધાબી હાઈવે પર મંદિર પ્રોજેક્ટ માટે 17 એકરથી વધુ જમીન ફાળવી હતી. મંદિરમાં દેશના દરેક અમીરાતનું પ્રતિનિધિત્વ કરતા સાત મિનારા પણ છે. 2017માં પીએમ મોદીએ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.
આ મંદિરનું નિર્માણ ભારતીય કારીગરો દ્વારા કરવામાં આવ્યું છે. આ કારીગરો પરંપરાગત હિન્દુ મંદિર સ્થાપત્યમાં નિષ્ણાત છે. મંદિર હાથથી કોતરેલા આરસ અને રેતીના પથ્થરથી બનેલું છે. 2015માં વડાપ્રધાન મોદીની UAEની મુલાકાત દરમિયાન, અબુ ધાબીએ દુબઈ-અબુ ધાબી હાઈવે પર મંદિર પ્રોજેક્ટ માટે 17 એકરથી વધુ જમીન ફાળવી હતી.
BAPS હિંદુ મંદિર ગુલાબી રાજસ્થાની સેંડસ્ટોન અને સફેદ ઈટાલિયન માર્બલ પથ્થરમાંથી બનાવવામાં આવ્યું છે, જે ભારતમાં કોતરવામાં આવ્યું છે અને એસેમ્બલી માટે UAE લઈ જવામાં આવ્યું છે. UAEમાં 3 વધુ હિન્દુ મંદિરો છે, જે દુબઈમાં છે.