HATE SPEECH: ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદ ખાતે લઈ આવ્યા

Mufti-salman-azhari

મૌલાના સલમાન અઝહરીની મુંબઈથી થઈ અટકાયત કરી હતી, હવે અમદાવાદથી ટીમ ચેન્જ કરીને જૂનાગઢ લઈ જવામાં આવશે

જાણકાર ઈસ્લામિક સ્કોલર મૌલાના મુફ્તી સલમાન અઝહરીને ગઈ કાલે ગુજરાત ATSએ અને જૂનાગઢ પોલીસ મુંબઈથી  તેમના નિવાસ સ્થાનેથી અડકાયત કરી હતી. ATS અને જૂનાગઢ પોલીસ મુફ્તી સલમાન અઝહરીને અમદાવાદમાં ATS હેડક્વાર્ટરમાં લાવી છે. પોલીસે અન્ય બે લોકો વિરુદ્ધ પણ IPCની કલમ 153 (C), 505 (2), 188 અને 114 હેઠળ જૂનાગઢમાં હેટ સ્પીચ આપવાના મામલામાં કેસ નોંધ્યો છે.

સલમાન અઝહરીને અમદાવાદ ATS લવાયા
જાણકારી આધારે જૂનાગઢમાં ભડકાઉ ભાષણ આપનાર ઈસ્લામિક ઉપદેશક મૌલાના સલમાન અઝહરીની રવિવારે મુંબઈથી અટકાયત કરી લેવામાં આવી હતી. એટીએસની ટીમ ગઇકાલે રાત્રે મુંબઇમાંથી મુફ્તી સલમાન અઝહરીને ઝડપી પાડ્યો  હતો. આજે અમદાવાદમાં ATSના હેડક્વાર્ટર લાવી છે. અહીંથી ટીમ ચેન્જ કરી મુફ્તી સલમાન અઝહરીને જૂનાગઢ લઈ જવામાં આવશે.

જૂનાગઢમાં ફરિયાદ નોંધાઈ
ઉશ્કેરણીજનક ભાષણ આપનાર મૌલાના સલમાન અઝહરી વિરુદ્ધ 31 જાન્યુઆરીએ જૂનાગઢમાં પોલીસે શુક્રવારે જાતે ફરિયાદ નોંધાવી હતી. મૌલાના અઝહરી, મહંમદ યુસુફની વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી મૌલાના અઝહરીની ધરપકડ કરીને તેને મુંબઈની ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો.

પોલીસ સ્ટેશનની બહાર સમર્થકોનો ઘેરાવ

આ દરમિયાન તેના સમર્થકોએ પોલીસ સ્ટેશનની બહાર ઘેરાવ કર્યો હતો. જેના પગલે કાયદો વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. મૌલાનાના વકીલે કહ્યું હતું કે મુફતી સલમાન તપાસમાં સહયોગ કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

અઝહરીના વકીલ વાહિદ શેખ શુ કહે છે
મુફ્તી સલમાન અઝહરીના વકીલ વાહિદ શેખ કહે છે, “સિવિલ ડ્રેસમાં 35-40 પોલીસકર્મીઓ સવારના સમયે મૌલાના મુફ્તી સલમાન અઝહરીના ઘરે હાજર હતા. અમે તેમના હેતુ વિશે પૂછ્યું. મૌલાના મુફ્તી સલમાન અઝહરી સાથે વાતચીત કર્યા બાદ તેમને પોલીસ કહ્યું કે ગુજરાતમાં 153 બી હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે. મૌલાના મુફ્તી સલમાન અઝહરી તેમની સાથે પોલીસ સ્ટેશને આવ્યા અને સહકાર પણ આપ્યો હતો.

મૌલાનાને જાહેરમાં કવિતા બોલવી ભારે પડી
ગયા મહિનાની 31મી જાન્યુઆરીની રાત્રે જૂનાગઢમાં મૌલાના મુફ્તી સલમાન અઝહરીનો વ્યસન મુક્તિનો એક કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યો હતો. જેમાં મૌલાનાએ જાહેરમાં ભડકાઉ કવિતા કહિ હતી તેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જે બાદ વિવાદ સર્જાયો હતો. આ ભાષણના વીડિયો વાઇરલ થતાંની સાથે જ હરકતમાં આવી ગઈ હતી અને જૂનાગઢ પોલીસે શુક્રવારે જાતે જ ફરીયાદી બનીને આયોજકો સહિત સલમાન અઝહરી વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.