Lok Sabha 2024: રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા હસ્તે ગુજરાતની 26 લોકસભા બેઠકોનાં કાર્યલાયોનું લોકાર્પણ

BJP gujarat

ગુજરાતમાં 26 માંથી 26 બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી એકશન મોડમાં જોવા મળી રહી છે

ભાજપ આગામી લોકસભા ચૂંટણીની તૈયારીઓ ભાજપે શરૂ કરી દીધી છે, પાર્ટી કાર્યરત અને એકશન મોડમાં જોવા મળી રહી છે. આજથી ગુજરાતમાં તમામ 26 માંથી 26 લોકસભાની બેઠકો જીતવા માટે કવાયત શરૂ કરવામાં આવી ગઈ છે, આજે ગુજરાતમાં તેઓ એક સાથે 26 લોકસભા મત વિસ્તારમાં કાર્યલય શરૂ કરવામાં આવશે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારની કાર્યલાયનું ઉદ્દઘાટન કરશે અને આ સાથે કઈ લોકસભાની બેઠક પર કોને જવાબદારી સોંપવામાં આવી તે જાણો વિગતવાર

રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી નડ્ડા અમદાવાદ પહોંચી બાદ તેમનું એયરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. લોકસભાની તમામ આજે 26 બેઠકોના મધ્યસ્થ કાર્યાલયનું ઉદઘાટન કરશે. ઉદઘાટનને લઇને ભાજપના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અધ્યક્ષ સી.આર.પાટીલે મોટો સંકલ્પ આપ્યો છે. ગુજરાતમાં તમામ કાર્યાલયોના ઉદઘાટનમાં મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. સરકારના મંત્રી, પ્રદેશ ભાજપના નેતાઓને આ તમામ જવાબદારી સોંપાઇ છે. સાંસદો, પૂર્વ સાંસદો, MLA પણ કાર્યાલય પર હાજર રહેશે. 

અમદાવાદ પૂર્વના કાર્યાલયમાં જગદીશ વિશ્વકર્મા, હિતેશ પટેલ, અમદાવાદ પશ્ચિમમાં ભાનુબેન બાબરીયા, જયશ્રીબેન દેસાઈ, ખેડા કાર્યાલય પર ગોરધન ઝડફીયા, પ્રશાંત કરોટ, આણંદ કાર્યાલય પર નરહરિ અમીન, જ્હાનવી વ્યાસ, ભાવનગરમાં મનસુખ માંડવીયા, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા, મહેસાણામાં વર્ષાબેન દોશી કાર્યાલયના ઉદઘાટનમાં હાજર રહેશે. કચ્છમાં પ્રફુલ પાનસેરીયા, બનાસકાંઠા બેઠક પર પાલનપુરમાં કાર્યાલય ઉદઘાટ થશે. બનાસકાંઠાના કાર્યાલયમાં અમિત ઠાકર, જેન્તી કવાડીયા, પાટણમાં બળવંતસિંહ રાજપૂત, નંદાજી ઠાકોર, મહેસાણામાં વર્ષાબેન દોશી, સાબરકાંઠાના કાર્યાલય ઉદઘાટનમાં રજની પટેલ, બાબુ જેબલિયા, રાજકોટના કાર્યાલય પર આર.સી.ફળદુ, ભરત બોઘરાને, વડોદરા કાર્યાલય પર પ્રદીપસિંહ જાડેજા, કૌશલ્યા કુંવરબા, ભરૂચ કાર્યાલય પર મુકેશ પટેલ, રમીલાબેન બારા, સુરત કાર્યાલય પર જ્યોતિબેન પંડ્યા, શીતલ સોની,

26 બેઠક પર તમામ મોટા નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે.