પાકિસ્તાને ઈરાનમાં 7 ઠેકાણે મિસાઈલથી હુમલો કર્યો, બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ
ઈરાને મંગળવારે મધરાતે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદ પાકિસ્તાન બેબાકળું બની ગયું છે. બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. તેવામાં પાકિસ્તાને પલટવાર કરતા આજે 17 તારીખે વળતો પ્રહાર કર્યો છે. સમાચાર એજન્સી એએફપીએ આ વાતની પુષ્ટિ કરી છે. મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈરાનના સરવાન વિસ્તારમાં અલગતાવાદી સંગઠનના 7 અડ્ડાઓ પર હુમલો કરવામાં આવ્યો છે. પાક.માં રહેલા આતંકી જૂથે ઈરાનના કર્નલને મારી નાખ્યાનો દાવો પણ થઈ રહ્યો છે.
પાકિસ્તાન દ્વારા ઈરાન પર કરવામાં આવેલી જવાબી કાર્યવાહી પર ઈરાને પ્રતિક્રિયા આપી છે. ઈરાનની સરકારી ટીવીએ સૂત્રોના અહેવાલથી જણાવ્યું કે ઈરાને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાની નિંદા કરી છે. સાથે જ પાકિસ્તાનને તાત્કાલીક સ્પષ્ટીકરણ આપવાનું કહ્યું છે. હવે આ બંને દેશ યુધ્ધના ઉંબરે આવીને ઉભા હોય તેમ લાગી રહ્યુ છે.કારણકે પાકિસ્તાને કરેલા હુમલા બાદ ઈરાન તેનો ફરી વળતો જવાબ આપશે તો સ્થિતિ વધારે વણસી શકે છે.
ઈરાનના સરકારી ટીવીએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ઈરાને પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલાની સખત નિંદા કરી છે. પાકિસ્તાનને તાત્કાલિક સ્પષ્ટતા કરવા પણ કહેવામાં આવ્યું છે. ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં હવાઈ હુમલો કર્યો હતો.ત્યારથી બંને દેશો વચ્ચે તણાવ છે.
ઈરાને મંગળવારે પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એર સ્ટ્રાઈક કરી હતી. જે બાદથી જ બંને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે. પાકિસ્તાને પલટવાર કરતા આજે એટલે કે ગુરુવારે સવારે ઈરાનમાં છુપાયેલા આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં ‘માર્ગ બાર સરમાચર’ ચલાવ્યું હતું. પાકિસ્તાનનો દાવો છે કે આ ઓપરેશનમાં તેમણે અનેક આતંકીઓનો ખાતમો કર્યો છે. પાકિસ્તાની પત્રકાર સલમાન મસૂદના જણાવ્યા અનુસાર, પાકિસ્તાને ઈરાનની સરહદમાં 40-50 કિલોમીટર અંદર ઘૂસીને હુમલો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રી અમીર અબ્દુલ્લાહિયાને પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની સાથે ફોન પર વાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઈરાને પાકિસ્તાનની ધરતી પરથી ઓપરેટ થતા જૈશ ઉલ અદલ નામના આતંકી સંગઠનના આશ્રય સ્થાનો પર હુમલા કરવા માટે પાકિસ્તાનની સીમામાં એર સ્ટ્રાઈક કર્યા બાદ પાકિસ્તાને તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો અને ઈરાનને ગંભીર પરિણામો ભોગવવા માટે ધમકી આપી હતી.