પાટણમાં લઘુમતી સમાજની યુવતી સાથે વિશ્વાસઘાત, હિન્દુ બનેલી જહીરાને લગ્નના ટૂંક સમયમાં પતિએ મારઝૂડ કરતા હોવાથી ઝેર પીલીધું
પોતાની મરજી વિરૂદ્ધ બળજબરી પૂર્વક છૂટાછેડાના કાગળો ઉપર સહી કરાવીને શારીરિક શોષણ કર્યાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ
પાટણના આનંદ સરોવરમાં એક વિધર્મી પાત્રો વચ્ચે થયેલા કોર્ટ મેરેજમાં બહુમતી સમુદાયના વિધર્મી યુવાને લઘુમતી સમુદાયની યુવતી સાથે મારઝૂડ કરી ત્રાસ આપી છૂટાછુડાના કાગળો ઉપર બળજરી પૂર્વક સહી કરાવી લેતાં પ્રેમભગ્ન કારણે યુવતીએ ઝેરી દવા પીલેતા તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાઈ છે. આ ધટના ગતરોજ સાંજના સમયે પાટણના આનંદ સરોવર પાસે બની હતી. પાટણના આનંદ સરોવરમાં ગાયત્રી મંદિર નજીક નર્સિંગમા અભ્યાસ કરતી ર૦ વર્ષીય પરિણીત યુવતીએ પ્રેમના સંબંધમાં તક્કરાર થતા (પ્રેમભગ્ન) યુતીએ પોતાનું જીવન ટૂંકાવા માટે ઝેરી દવા ગટગટાવી અને આત્મહત્યાના પ્રયાસ કરતા તેને ગંભીર હાલતમાં ૧૦૮ દ્વારા સારવાર અર્થે ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
આ યુવતી પાસેથી સ્કૂલબેગ અને સ્યુસાઈડ નોટ મળી આવી છે. જેમાં પતિ ભાવેશ પરમાર અને અન્ય બે શખ્સો ગીરિશ પરમાર, નારાયણ પરમાર રહે.સંખારીના નામો લખી ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. ઝેરી દવાથી આત્મહત્યાનો પ્રયાસ કરનાર જહીરા કરાડીયા નામની આ યુવતી હાલ ધારપુર સિવિલ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. તો બીજી તરફ પોલીસે સ્યુસાઈડ નોટ કબજે લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જાે કે યુવતીના પરિવારજનોનો પણ સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
પાટણના આનંદ સરોવરમાં ગાયત્રી મંદિર પાસેના બાકડા નીચે ગઈ કાલ સાંજના સમયે એક યુવતી બેભાન અવસ્થામાં સ્થાનિકોની મળી આવતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તરત ૧૦૮ને જાણ કરતા ઘટના સ્થળે દોડી આવી હતી અને તેની પ્રાથમિક તપાસ કરતા તેણીએ ઝેરી દવા પીધી હોવાનું બહાર આવ્યું છે અને આ સાથે એક સ્યુસાઈડ નોટ પણ મળી આવતા તેને તાત્કાલિક ગંભીર હાલતમાં ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડી પોલીસને જાણ કરવામાં આવી હતી. આત્મહત્યાનો પ્રયાસ કરી હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ આ યુવતી પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં તેણીએ પોતાનું નામ જહીરા કરાડિયા લખ્યું છે. યુવતીએ સંખારીના ભાવેશ પરમાર સાથે કોર્ટ લગ્ન કર્યા હતા. શારીરિક શોષણ કરી મરજી ન હોવા છતાં જબરદસ્તીથી મારઝૂડ કરી છૂટાછેડાના કાગળો ઉપર સહીઓ કરાવી હતી.
તે બીજી કઈ છોકરી સાથે પણ આવું કરી શકે છે. આ ઉપરાંત તેની સાસરીવાળા ગીરીશ પરમાર અને નારાયણ પરમાર રહે. સંખારી, જિ. પાટણ)ના નામો લખી હું મરી જઈશ પણ ન્યાય આપવો તમારા હાથમાં છે. ખાસ પતિ ભાવેશ પરમારના કારણે સ્યુસાઈડ કરૂં છું તેમ કહી સ્યુસાઈડ નોટમાં ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે. હાલ પોલીસે આ સ્યુસાઈડ નોટ કબજે લઈ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.