વાઈબ્રન્ટ ગુજરાત સમિટ: તમારા સ્વપ્ન જેટલા મોટા હશે મારો સંકલ્પ એટલો જ મોટો હશે, તમે સ્વપ્ન જુઓ હું પુરા કરીશઃ વડાપ્રધાન મોદી

Modi

આગામી 25 વર્ષમાં ભારતને વિકસીત રાષ્ટ્ર બનાવવાનો સંકલ્પ, ૧૩.૫૦ કરોડ ગરીબ લોકો ગરીબી રેખાથી બહાર નીકળ્યાઃ વડાપ્રધાન મોદી

ગુજરાતમાં આજથી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનો પ્રારંભ થઈ ગયો છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે 10 જાન્યુઆરી, 2024ના રોજ સવારે 9:45 કલાકે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પણ ભાગ ઉપસ્થિત રહ્યાં.  આ સમિટમાં દેશ-વિદેશના મોટા ઉદ્યોગપતિઓએ હાજરી આપી છે. ઘણા ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાતમાં મોટાપાયે રોકાણ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધીનગર ખાતે સંબોધન કર્યું. લોકોને સંબોધિત કરતી વખતે પીએમએ વિશ્વમાં બદલાતી વિશ્વ વ્યવસ્થા વિશે વાત કરી. પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે ભારત ઝડપથી બદલાતી વિશ્વ વ્યવસ્થામાં વિશ્વામિત્રની ભૂમિકામાં આગળ વધી રહ્યું છે. ભારતે વિશ્વને વિશ્વાસ અપાવ્યો છે કે આપણે સામાન્ય લક્ષ્યો નક્કી કરી શકીએ છીએ અને આપણા લક્ષ્યોને પ્રાપ્ત કરી શકીએ છીએ. વિશ્વના કલ્યાણ માટે ભારતની પ્રતિબદ્ધતા, વફાદારી, પ્રયાસો અને સખત મહેનત આજના વિશ્વને વધુ સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રહી છે.

પીએમ મોદીએ વાઇબ્રન્ટ સમિટમાં પધારેલા તમામ મહેમાનોનું સ્વાગત કર્યુ હતું અને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, કે (My Brother UEA President MBZ) મારા ભાઈ UAEના રાષ્ટ્રપતિનો આભાર માનુ છે. યુએઇના પ્રમુખને ભાઇ ગણાવતા મોદીએ જણાવ્યું કે, યુએઇ અને ભારત વચ્ચે સંબંધો મજૂબત બન્યા છે. યુએઇના પ્રેસિડન્ટનું વાઇબ્રન્ટ સમિટમાં સહભાગી થવું એ ભારત-યુએઇના મજબૂત સંબંધનું પ્રતિક છે. ફુડ પાર્ક, પુનઃ પ્રાપ્ય એનર્જી સહિતના સેક્ટરમાં યુએઇ સાથે એમઓયુ થયા છે.

આ અમૃતકાળની પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે અને એટલા માટે તેનું મહત્વ વધી ગયું છે. આ વાઇબ્રન્ટ સમિટમાં 100 થી વધુ દેશોના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે જે ભારતની વિકાસયાત્રામાં નિર્ણાયક ભાગીદારો છે

પીએમ મોદીએ કહ્યું કે, ભારતે આઝાદીના 75 વર્ષ પૂર્ણ કર્યા છે અને હવે ભારત આગામી 25 વર્ષના લક્ષ્યો પર કામ કરી રહ્યું છે. ભારત તેની આઝાદીના 100 વર્ષની ઉજવણી કરશે ત્યાં સુધીમાં ભારતને વિકસિત બનાવવાનું લક્ષ્ય અમે નક્કી કર્યું છે. આ 25 વર્ષનો કાર્યકાળ ભારતનો અમૃતકાળ છે. આ અમૃતકાળમાં આ પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાઈ રહી છે, તેથી તેનું મહત્વ વધુ વધી ગયું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તે પણ કહ્યું કે ભારત આજે 13.50 કરોડ ગરીબ લોકો તે ગરીબી રેખાથી બહાર નીકળ્યા છે ભારત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે

સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું કે આ સમિટમાં UAEના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદની સહભાગીતા, અમારા માટે ખૂબ જ આનંદની વાત છે વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં મુખ્ય અતિથિ તરીકે તેમની હાજરી એ છે ભારત અને યુએઈ વચ્ચે સતત મજબૂત થતા સંબંધોનું પ્રતીક રૂપ સાબિત થઈ છે.

વિશ્વ ભારતને સ્થિરતા ના મહત્વના સ્થાન તરીકે જુએ છે. એક મિત્ર જેના પર વિશ્વાસ કરી શકાય, એક ભાગીદાર જે લોકો કેન્દ્રિત વિકાસમાં વિશ્વાસ રાખે, એવો અવાજ કે જે લોકોમાં વિશ્વાસ રાખે, વૈશ્વિક સારુ, ગ્લોબલ સાઉથનો અવાજ, વૈશ્વિક અર્થવ્યવસ્થામાં વૃદ્ધિનું એન્જિન, વકીલો શોધવાનો ટેકનોલોજી હબ પ્રતિભાશાળી યુવાનોનો પાવર હાઉસ અને લોકશાહી જે પહોંચાડે છે

આ સમિટ દરમિયાન UAEની કંપનીઓ દ્વારા ભારતના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અબજો ડોલરના નવા રોકાણ માટે નવા રોકાણ માટે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.