ગોવામાં માતાએ 4 વર્ષના પુત્રની હત્યા કરી; મૃતહેહને બેગમાં મૂકીને કર્ણાટક લઈ જતી વખતે પોલીસે કરી ધરપકડ

goa-murder

માતા AI સ્ટાર્ટઅપ માઈન્ડફુલ એઆઈ લેબની સંસ્થાપક અને સીઈઓ છે.
વર્ષ 2021માં એઆઈ એથિક્સની 100 સૌથી મેધાવી મહિલાઓમાં સામેલ રહી

બેંગલુરુ સ્થિત એક AI સ્ટાર્ટ-અપ કંપનીના સીઈઓએ તેના ચાર વર્ષના બાળકની નિર્દયતાથી હત્યા કરી. સોમવારે એક મહિલાને ગોવાની એક હોટલમાં તેના ચાર વર્ષના પુત્રની હત્યા કરીને તેના મૃતદેહને બેગમાં પેક કરીને ટેક્સીમાં ગોવાથી કર્ણાટક જઈ રહી હતી, ત્યારે કર્ણાટકના ચિત્રદુર્ગથી ગોવા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે બાળકનો મૃતદેહ પણ કબજે કર્યો છે. આરોપી મહિલાની ઓળખ 39 વર્ષીય સુચના સેઠ તરીકે થઈ છે.

આ રીતે પોલીસે પકડી
સૂચના સેઠ પોતાના પુત્રની સાથે ગોવા પહોંચી હતી અને ગત 6 જાન્યુઆરીથી ગોવાના કેન્ડોલિમ વિસ્તારમાં એક સર્વિસ એપાર્ટમેન્ટમાં રહેતી હતી. થોડા દિવસ અહીં રહ્યાં બાદ સૂચના સેઠે એપાર્ટમેન્ટના સ્ટાફને કહ્યું કે તે કોઈ કામ માટે બેંગલુરુ જવા માગે છે અને તેના માટે એક ટેક્સીની વ્યવસ્થા કરી દો. જેના પર સ્ટાફની મહિલાએ સલાહ આપી કે ટેક્સીના બદલે ફ્લાઈટથી જાવ કેમકે ટેક્સીથી જવું વધુ મોંઘુ પડી શકે છે પરંતુ મહિલાએ ટેક્સીથી જ જવાની વાત કરી.

જે બાદ સ્ટાફે ટેક્સીની વ્યવસ્થા કરી દીધી અને મહિલા 8 જાન્યુઆરીની સવારે બેંગલુરુ જવા માટે રવાના થઈ. મહિલા ગયા બાદ જ્યારે સ્ટાફે રુમની સફાઈ કરવા પહોંચી તો તેના રુમમાં લોહીના ડાઘ જોયા અને તરત જ પોલીસને સુચના આપી. સ્ટાફે પોલીસને એમ પણ જણાવ્યું કે મહિલા જ્યારે બેંગલુરુ જવા માટે નીકળી તો તેનો ચાર વર્ષનો પુત્ર પણ તેની સાથે ન હતો અને તે પોતાની સાથે મોટી બેગ લઈ જઈ રહી હતી. જેના પર પોલીસે સૂચના સેઠને ફોન કર્યો અને રુમમાં લોહીના ડાઘ તેમજ પુત્ર અંગે પૂછ્યું, ત્યારે મહિલાએ જણાવ્યું કે તેના પીરિયડના કારણે લોહીના ડાઘ પડ્યા છે અને તેનો પુત્ર તેના મિત્રના ઘરે છે, પરંતુ મહિલાએ મિત્રનું જે એડ્રસે જણાવ્યું તે તપાસમાં નકલી નીકડ્યું. પોલીસે મહિલાને લઈને જતી ટેક્સીના ડ્રાઈવરના ફોન કરીને તેણે નજીકના પોલીસ સ્ટેશને જવાનું કહ્યું. ગોવા પોલીસની એક ટીમ પણ મહિલાની પાછળ મોકલવામાં આવી. જ્યારે પોલીસે મહિલાની બેગ ચેક કરી તો તેમાં તેના પુત્રનો મૃતદેહ મળી આવ્યો. મહિલાનો પતિ હાલ ઈન્ડોનેશિયાના જકાર્તામાં છે.

કોણ છે સૂચના સેઠ?
સૂચના સેઠના લિંક્ડીન પેજ મુજબ, તે AI સ્ટાર્ટઅપ માઈન્ડફુલ એઆઈ લેબની સંસ્થાપક અને સીઈઓ છે. મળતી માહિતી મુજબ, તે વર્ષ 2021માં એઆઈ એથિક્સની 100 સૌથી પ્રતિભાશાળી મહિલાઓમાં સામેલ રહી. આરોપી મહિલા એઆઈ નૈતિકતાની વિશેષજ્ઞ છે અને ડેટા સાયન્ટિસ્ટ છે. સૂચના સેઠ હાવર્ડ યુનિવર્સિટી સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં ફેલો પણ રહી ચુકી છે. આ ઉપરાંત તેની પાસે આર્ટિફિશિયલ લેંગ્વેજ, મશીન લર્નિંગ, નેચરલ લેંગ્વેજ પ્રોસેસિંગ અને ટેક્સ્ટ મેઈલિંગના ક્ષેત્રમાં 4 અમેરિકન પેટન્ટ પણ છે.

હત્યાનું કારણ ચોંકાવનારું
સુચના શેઠે વર્ષ 2010માં લગ્ન કર્યા હતા અને આ બાળકનો જન્મ 2019માં થયો હતો. જોકે, બાદમાં પતિ-પત્ની વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ અને વર્ષ 2020માં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા. કોર્ટે તેના પતિને દર રવિવારે તેમના બાળકને મળવાની મંજૂરી આપી હતી. પોલીસ પૂછપરછ દરમિયાન સૂચના શેઠે જણાવ્યું હતું કે તેને ડર હતો કે જો તેનો પતિ આ રીતે પુત્રને મળતો રહ્યો તો બાળકની કસ્ટડી તેના પિતાને મળી જશે. આથી તેણે પોતાના સંતાનને ગુમાવવાના ડરથી હોશ ગુમાવી બેઠી અને પોતાના પ્રિય પુત્રની હત્યા કરી નાંખી.