સોમાલિયામાં હાઈજેક થયેલા જહાજને છોડાવાયું, સમુદ્રી લુંટારઓ ઠાર માર્યા, તમામ ભારતીયો સુરક્ષિત

ઈન્ડિયન નેવીનું સફળ ઓપરેશન, ભારતીય નૌસેનાના મરીન કમાન્ડોઝે પાર પાડ્યુ ઓપરેશન

અરબી સમુદ્રમાં સોમાલિયાના દરિયાકાંઠે અપહરણ કરાયેલા જહાજ પર ભારતીય નેવીનું ઓપરેશન પૂર્ણ થઈ ગયું છે. સોમાલિયા પાસે હાઈજેક થયેલા કાર્ગો જહાજને છોડાવાયું છે. જહાજ પર સવાર 15 ભારતીયો સહિત તમામ 21 ક્રૂ મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. આ ઓપરેશન મરીન કમાન્ડો માર્કોસે પાર પાડ્યું છે.

નૌકાદળના જહાજ INS ચેન્નાઈને હાઈજેક કરાયેલા જહાજને બચાવવા માટે રવાના કરવામાં આવ્યું હતું.

ઉત્તરી અરબ સાગરમાં એમવી લીલા નૉરફૉકના અપહરણના પ્રયાસ પર ભારતીય નેવીની ત્વરિત પ્રતિક્રિયા સામે આવી છે. જહાજ પર સવાર તમામ 15 ભારતીય સહિત 21 ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. માર્કોએ આખા શિપ પર તપાસ અભિયાન ચલાવ્યું અને આ દરમિયાન તેમણે ત્યાં કિડનેપર્સ ન હોવાની પુષ્ટિ પણ કરી. સમુદ્રી લુંટેરાઓએ શિપને અપહરણ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ શક્ય છે કે જ્યારે નેવીએ યુદ્ધ જહાજથી શિપ છોડવાની ચેતવણી આપી તો તેઓ તેણે છોડીને ભાગી ગયા હશે.

‘MV લીલા નોરફોક’ નામના આ જહાજના અપહરણની માહિતી ગુરુવારે સાંજે મળી હતી. સોમાલિયાના કિનારેથી હાઇજેક કરાયેલા આ જહાજ પર લાઇબેરિયાનો ધ્વજ છે. ભારતીય નૌકાદળના વિમાનો સતત જહાજ પર નજર રાખી રહ્યા છે. ભારતીય નૌસેનાના મરીન કમાન્ડોએ હાઇજેકર્સને ઠાર માર્યા છે.