મહેન્દ્રસિંહ ધોનીએ 15 કરોડની છેતરપિંડી મામલે પૂર્વ બિઝનેસ પાર્ટનર પર કર્યો કેસ

dhoni

કંપનીએ ધોનીના નામે ક્રિકેટ એકેડમી ખોલી પરંતુ ફી અને પ્રોફિટના પૈસા ન ચૂકવ્યા
એગ્રીમેન્ટમાં અરકા સ્પોર્ટસ ફ્રેન્ચાઈઝી ફીસની ચુકવણી અને પ્રોફિટ શેર કરવા માટેની વાત હતી

ભારતીય ક્રિકેટર મહેન્દ્રસિંહ ધોનીએ અરકા સ્પોર્ટસ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે. ધોનીએ કંપની પર 15 કરોડ રુપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. દિવાકરે કથિત રીતે વિશ્વ સ્તરની એક ક્રિકેટ એકેડમી બનાવવા માટે 2017માં ધોનીની સાથે એગ્રીમેન્ટ કર્યો હતો. પરંતુ તેમણે શરતોનું પાલન કર્યું ન હતું.

ઈન્ડિયા ટુડેએ પોતાના રિપોર્ટમાં જાણકારી આપી કે એગ્રીમેન્ટમાં અરકા સ્પોર્ટસ ફ્રેન્ચાઈઝી ફીસની ચુકવણી અને પ્રોફિટ શેર કરવા માટેની વાત હતી પરંતુ તેમણે એવું ન કર્યું. અનેક પ્રયાસો છતાં એગ્રીમેન્ટના નિયમો અને શરતોને અવગણવામાં આવ્યા. શરતોનું પાલન ન કર્યા પછી ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ અરકા સ્પોર્ટ્સને નોટિસ મોકલી હતી. આ સાથે અરકા સ્પોર્ટ્સને આપવામાં આવેલા અધિકારો રદ કરવામાં આવ્યા હતા.

વિધિ એસોસિએટ્સની મદદથી ધોનીનું પ્રતિનિધિત્વ કરનાર દયાનંદ સિંહે દાવો કર્યો કે અરકા સ્પોર્ટસે તેમને દગો આપ્યો. દિવાકરે એમએસ ધોની સાથે વર્લ્ડ લેવલ પર ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે કરાર કર્યો હતો. આ માટે કેટલીક શરતો પણ મૂકવામાં આવી હતી, પરંતુ મિહિર દિવાકરે આપેલી શરતોનું પાલન કર્યું ન હતું. દિવાકરે અરકા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી ફી ચૂકવવાની હતી અને નફો વહેંચવાનો હતો, પરંતુ તેણે તેમ કર્યું ન હતું. આના કારણે ધોનીને ઘણું નુકસાન થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.