ભારતે ત્રીજી વાર 2 દિવસની અંદર મેચ જીતી, કેપટાઉનમાં ટેસ્ટ જીતનાર પ્રથમ એશિયન દેશ
પ્રથમ ઇનિંગમાં સિરાજે 6 વિકેટ તો બીજી ઇનિંગમાં બુમરાહે શાનદાર બોલિંગ કરતા 6 વિકેટ ઝડપી
સૌથી ટૂંકી ટેસ્ટ મેચનો 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો, આ પહેલા 1932માં રમાઇ હતી, માત્ર 656 બોલમાં મેચ પૂરી થઈ હતી
ભારત કેપટાઉનમાં ટેસ્ટ મેચ જીતનાર પ્રથમ એશિયન દેશ બન્યો છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટથી હરાવી સીરિઝ 1-1થી ડ્રો કરી દીધી છે. બે મેચોની ટેસ્ટ સીરિઝની પ્રથમ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કેપટાઉનમાં આ જીત સાથે ભારતીય ટીમે ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ કેપટાઉનમાં ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવનાર ભારત એશિયાનો પહેલો દેશ બની ગયો છે.
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ ઇનિંગમાં સાઉથ આફ્રિકાની ટીમ 55 રનમાં સમેટાઈ ગઈ હતી. મોહમ્મદ સિરાજે ઘાતક બોલિંગ કરતા 15 રન આપીને 6 વિકેટ ઝડપી હતી. ત્યાર બાદ બીજી ઇનિંગમાં ભારતીય ટીમે 153 રન બનાવ્યા હતા અને 98 રનની લીડ મેળવી હતી. બીજી ઇનિંગમાં જસપ્રીત બુમરાહે 6 વિકેટ ઝડપી હતી. બીજી ઇનિંગમાં સાઉથ આફ્રિકાએ 176 રન બનાવીને ભારતને 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ભારતીય ટીમે 3 વિકેટ ગુમાવીને 31 વર્ષ બાદ કેપટાઉનમાં જીત નોંધાવી હતી. આ પહેલાં કોઈપણ એશિયન ટીમ સાઉથ આફ્રિકાના કેપટાઉન ખાતે ટેસ્ટ મેચ જીતી નહોતી.
ભારતીય ક્રિકેટ ટીમને વર્ષ 1993 પછી કેપટાઉનમાં જીત મળી છે. ભારતીય ટીમે અહીં પ્રથમ ટેસ્ટ 2 જાન્યુઆરી 1993માં રમી હતી. આ મેચમાં ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમે આ મેદાન પર કુલ 6 ટેસ્ટ મેચ રમી હતી જેમાંથી તેને 4 મેચમાં હાર મળી હતી જયારે 2 મેચ ડ્રો રહી હતી. હવે સાતમી ટેસ્ટ મેચમાં આ મેદાન પર પ્રથમ વખત ભારતીય ટીમે જીત નોંધાવી છે.
ભારતે 2 ટેસ્ટ શ્રેણીની અંતિમ મેચમાં કેપટાઉન ખાતે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું છે. 79 રનનો પીછો કરતાં ઇન્ડિયન ટીમે સરળતાથી ટાર્ગેટ ચેઝ કર્યો હતો. આ ટેસ્ટ ઇતિહાસની 25મી મેચ છે, જેમાં 2 દિવસની અંદર પરિણામ આવ્યું છે. ભારતના ટેસ્ટ ઇતિહાસમાં ત્રીજીવાર થયું છે, જ્યારે મેન ઈન બ્લૂ 2 દિવસની અંદર ટેસ્ટ મેચ જીત્યા છે. આ પહેલાં ભારતે 2018માં અફઘાનિસ્તાન સામે બેંગલુરુ ખાતે અને 2021માં ઇંગ્લેન્ડ સામે અમદાવાદ ખાતે 2 દિવસમાં ટેસ્ટ મેચ જીતી હતી.
કેપટાઉનમાં રમાયેલી આ મેચમાં એક દિવસમાં 23 વિકેટ પડી હતી. 146 વર્ષના ટેસ્ટ ઈતિહાસમાં આવું માત્ર 4 વખત બન્યું છે જ્યારે એક દિવસમાં 23થી વધુ વિકેટ પડી હોય.
ટૂંકી ટેસ્ટ મેચનો 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કેપટાઉનમાં રમાયેલી મેચ એ સૌથી ટૂંકી ટેસ્ટ મેચનો 92 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે. આ મેચમાં 106 ઓવર એટલે કે માત્ર 642 બોલ નાખવામાં આવ્યા છે અને 36 વિકેટ પડી છે. પ્રથમ દાવમાં 55 રનમાં ઓલઆઉટ થયેલી દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિંગમાં પણ 176 રનમાં ઓલ આઉટ થઇ હતી. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ભારતને 78 રનનું લક્ષ્ય આપ્યું હતુ. ભીરતીય ટીમે આ લક્ષ્ય 3 વિકેટ ગુમાવી હાંસલ કરી લીધું હતુ.
આ પહેલા 1932માં રમાઇ હતી સૌથી ટુંકી ટેસ્ટ મેચ, માત્ર 656 બોલમાં મેચ પૂરી થઈ હતી
ક્રિકેટના ઈતિહાસની સૌથી ટૂંકી મેચ જેમાં પરિણામ આવ્યું હોય તે 1932માં દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી. મેલબોર્નમાં રમાયેલી આ મેચ માત્ર 656 બોલમાં પૂરી થઈ હતી. યજમાન ઓસ્ટ્રેલિયાએ આ મેચ એક ઇનિંગ્સ અને 72 રનના મોટા અંતરથી જીતી હતી. આ મેચમાં દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ દાવમાં 36 રન અને બીજી ઈનિંગમાં 45 રનમાં સમેટાઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેની પ્રથમ ઇનિંગમાં 153 રન બનાવ્યા હતા અને બીજી ઇનિંગમાં તેને બેટિંગ કરવાની જરૂર નહોતી. આ મેચમાં 109.2 ઓવર નાખવામાં આવી હતી.
10 બોલમાં મેચ પુરી..!
ક્રિકેટની સૌથી ટૂંકી ટેસ્ટ મેચ (થ્રોન બોલના આધારે) વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ઈંગ્લેન્ડના નામે નોંધાયેલ હતો. 1907ની આ મેચમાં માત્ર 10 બોલ જ નાખી શકાયા હતા. આવી બીજી ઘણી મેચો છે, જે 100 બોલમાં પૂરી થઈ હતી. પરંતુ તેમની વિશેષતા એ છે કે આ મેચો હવામાનને કારણે રદ્દ કરાઇ હતી. ખરા અર્થમાં, આની વચ્ચે એક પણ મેચ એવી નથી કે જેના પરિણામ પણ આવ્યા હોય.