ટ્રક ચાલકોની હડતાળની અસર, પેટ્રોલ-ડીઝલની અછત સાથે ફળ-શાકભાજી થયા મોંઘા, સુરતમાં પોલિસકર્મી પર હુમલો, જુઓ વીડિયો

truckdriver-andolan

હિટ એન્ડ રનના નવા કાયદામાં 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા સુધીના દંડનો વિરોધ
રાજસ્થાન-એમપી-ગુજરાત સહિત 10 રાજ્યમાં વધુ અસર જોવા મળી
સુરતમાં સીટી બસ ચાલકો દ્વારા પોલીસ પર હિંસક હુમલો કરવામા આવ્યો, વિડીયો વાઈરલ

દેશભરમાં ટ્રક ચાલકો દ્વારા હીટ એન્ડ રનના નવા કાયદામાં સજાની જોગવાઇને લઇનેવિરોધ ચાલી રહ્યો છે. હીટ એન્ડ રનના કાયદામાં અકસ્માત કરનાર વ્યક્તિ ભાગી જાય તો તેને 10 વર્ષની સજા અને 7 લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી છે જેના પગલે ટ્રક ચાલકો હડતાલ કરી વિરોધ નોંધાવી રહ્યાં છે. ટ્રક ચાલકોની હડતાળની અસર રાજસ્થાન-એમપી-ગુજરાત સહિત 10 રાજ્યમાં જોવા મળી રહી છે. ગુજરાતમાં ટ્રક-બસ ડ્રાઇવરોની હડતાળની ગંભીર અસરો જોવા મળી છે. ગુજરાતનાં સાબરકાંઠા શાકમાર્કેટમાં હડતાળના પગલે શાકભાજીનો ભરાવો થયો છે. જેના કારણે શાકભાજીના ભાવ ગગડ્યા છે. શાકભાજીના ભાવમાં 60 ટકા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે.

હડતાળને પગલે કાયદો વ્યવસ્થા ન ખોરવાય તે માટે પંચમહાલમાં ટ્રક-બસ ડ્રાઇવરો સાથે પોલીસ વડાની બેઠક થઇ છે. બેઠકમાં જિલ્લાના ટ્રક એસો. અને બસ એસો.ના અગ્રણીઓ હાજર રહ્યાં છે. પેટ્રોલ-ડીઝલની અવરજવર પર અસર ના પડે એ માટે ચર્ચા થઇ છે. ત્યારે કચ્છના મુન્દ્રામાં ટ્રક ડ્રાઈવરોની બેઠક મળી છે. અકસ્માતના નવા કાયદાને લઈ બેઠકમાં ચર્ચા થઇ છે. 4 જાન્યુઆરીએ મામલતદારને આવેદનપત્ર આપશે. તથા ડ્રાઈવરોએ કાયદાને કાળો કાનૂન ગણાવ્યો છે. એક તરફ રોજિંદા વ્યવહાર મામલે મોટા વાહનોની આવશ્યકતા યથાવત રહી છે ત્યારે હાલના તબક્કે ચાલી રહેલા હડતાળથી પારાવાર મુશ્કેલી પેદા થઈ છે. આ મામલે ખેડૂતો સહિત વેપારીઓ પણ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારને તાત્કાલિક ધોરણે સમગ્ર આંદોલન સમેટવા સહિત ચોક્કસ નિર્ણાયક ભૂમિકા ભજવવા અપીલ કરી છે.

ટ્રક ચાલકો દ્વારા હડતાળ કરવામાં આવતા સાબરકાંઠામાં હિમંતનગર હોલસેલ શાકમાર્કેટ, ઇડર અને પ્રાંતિજ સહિતના સ્થાનિક શાકમાર્કેટમાં શાકભાજીની આવક વધી છે પરંતુ ટ્રાન્સપોર્ટ સેવા બંધ હોવાથી શાકભાજીને અન્ય શહેરોમાં મોકલી શકાતો નથી. જેના કારણે શાકમાર્કેટમાં શાકભાજીનો ભરાવો થયો છે. હવે શાકભાજી પકાવનારા ખેડૂતો સહિત વેપારીઓ અને સામાન્ય જનતાને પણ તેનો માર લાગવા માંડ્યો છે. સ્થાનિક માર્કેટોમાં મોટીમાત્રા ભરાવો થવાથી શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો નોંધાયો છે. આજે સવારે શાકભાજીમાં 60 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો હતો.

હિંમતનગર શાકમાર્કેટમાં ટામેટા, રીંગ, સરગવો, ભીંડા, લીલી ડુંગળી, ફુલાવર, મરચા અને કોબિજ સહિતના શાકભાજીની આવકમાં વધારો થયો છે. પરંતુ શાકભાજી અન્ય શહેરોમાં મોકલી શકાતું ન હોવાથી ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. શાકભાજીના ભાવમાં પ્રતિ કિલોએ 100થી 400 રૂપિયા સુધીનો ઘટાડો છે. એટલે કે ગઇકાલની સરખામણીએ આજે ભાવમાં 60 ટકા જેટલો ઘટાડો થયો છે. ગઇકાલે શાકભાજીનો ભાવ પ્રતિ કિલો 400 રૂપિયા હતો તે આજે 160 રૂપિયા થઇ ગયા છે. જો હડતાળ યથાવત રહેશે તો શાકભાજીના ભાવમાં હજી પણ ઘટાડો જોવા મળી શકે છે.

જુઓ વીડિયો……

https://twitter.com/Cnngujarat21982/status/1742146182346879013

સુરત PCR વાનના પોલીસકર્મી પર હુમલો કરવામા આવ્યો છે. ડુમ્મસ મગદલ્લા રોડ પર સીટી બસ ચાલકો દ્વારા પોલીસ પર હિંસક હુમલો કરવામા આવ્યો હોવાનું સામે આવ્યું છે. હીટ એન્ડ રનના કાયદાને લઈને બસ ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો છે. જેના પગલે બસ ટ્રાઈવરો દ્વારા પીસીઆર વાન 902 ના પોલીસકર્મી પર જીવલેણ હુમલો કર્યો હતો. નવા કાયદાને લઈને ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા હતા ત્યા પોલીસ પહોંચી હતી ત્યારે પોલીસ પર પણ ડ્રાઈવારો તૂટી પડ્યા હતા. અને પોલીસ કર્મીને બેરહેમીથી માર માર્યો હતો.

પોલીસકર્મી પર હુમલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો દ્વારા પોલીસકર્મી અને પોલીસ વાનન પર હુમલો કરવામા આવે છે. ટોળાથી બચવા માટે પોલીસકર્મી અન્ય ગાડીમાં બેસે છે તો તેમાં પણ ટોળા દ્વારા પોલીસ કર્મી પર હુમલો કરવામા આવે છે. ઘટનાને પગલે પોલીસ જવાબદાર ડ્રાઈવરો સામે પગલા લેવાની તજવીજ હાથ ધરી છે.