ગુજરાત સહિત દેશ ભરમાં હિટ એન્ડ રન કાયદા સામે વિરોધ, લાખો ટ્રક અને બસોના પૈડા થંભી ગયા

Driver-Strike-protest-new-motor-vehicle-act

સોમવારે ખેડા- અસલાલી હાઈવેપર ઘણી જગ્યાએ ટ્રક અને અન્ય વાહનોના ડ્રાઈવરોએ રસ્તાઓ પર પ્રદર્શન કર્યું હતું.

દેશભરમાં ટ્રક, ડમ્પર અને બસના ચાલકો હડતાળ પર, ડ્રાઇવરોનો વિરોધ કેન્દ્ર સરકારના નવો કાયદો હિટ એન્ડ રન સામે છે, જેમાં 10 વર્ષની જેલ અને 7 લાખ રૂપિયાના દંડનો સમાવેશ થાય છે

ગુજરાત સહિત દેશભરમાં કેન્દ્ર સરકારના નવા હિટ એન્ડ રન કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ કાયદાના વિરોધમાં અનેક સંગઠનો રસ્તા પર ઉતરી આવ્યા છે. આજે પણ અનેક જિલ્લાઓમાં ટ્રાફિક જામ અને બસો અને ટ્રકોની હડતાલ રહેશે. ખાનગી બસો અને ટ્રકોથી માંડીને સરકારી વિભાગની બસો પણ સામેલ હતી. મોટાભાગના રાજ્યોના હાઈવે પર ટ્રક અને ખાનગી બસો જ પાર્ક કરવામાં આવી હતી. વાસ્તવમાં, હિટ એન્ડ રનના નવા કાયદા હેઠળ કેન્દ્ર સરકારે 10 વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ લાગુ કરી છે.

હિટ એન્ડ રનના નવા કાયદાને લઈને ટ્રક ડ્રાઈવરોમાં આક્રોષ ભભુક્યો છે. અમદાવાદમાં અસલાલી-ખેડા હાઈવેપર ટ્રકચાલકોએ રસ્તા ઉતર્યા હતા હાઈવેપર વિરોધ પ્રદર્શના લીધે કનેરા પાસે ચક્કા જામ થયો હતો જેના લીઘે વાહલ ચાલકોને હાલાંકીનો સામને કરવો પડ્યો હતો આ ટ્રક હડતાલની અસર મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતમાં પણ જોવા મળી હતી ખેરાલુ હાઈવેપર પણ ડ્રાઈવરોએ ટાયર સળગાવીને વાહન વ્યવહાર રોક્યો હતો. ડ્રાઈવરોએ સૂત્રોચ્ચાર કરીને હિટ એન્ડ રનના નવા કાયદાનો વિરોધ નોંધાવી રહ્યા હતા.

ખેડા નેશનલ હાઈવે નંબર 8 પર કનેરા ગામ નજીક ટ્રક ડ્રાઈવરોએ ટ્રકો રોકીને વિરોધ વ્યક્ત કર્યો હતો. વડોદરા, આણંદ, ખેડા તરફથી આવતા વાહનોની લાંબી લાઈન લાગી હતી જો કે પોલીસને ટ્રાફિકની જાણ થતા ધટના સ્થળ પર દોડિ જતા વાહન વ્યવહાર રાબેતા મુજબ ચાલુ થય ગયો હતો મહેસાણામાં ડ્રાઈવર એસોસિએશન દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. ખાનગી ટ્રકોના ચાલકો આક્રમક મૂડમાં જોવા મળ્યા હતા. વાહન ચાલકોએ ટાયરો સળગાવી રસ્તો બ્લોક કર્યો હતો. ટ્રક ચાલકો નવા નિયમનો વિરોધ કરી રહ્યા છે.અમદાવાદ,અંબાજી,વિસનગર,સિદ્ધપુર તરફ જતા વાહન ચાલકોને અટકાવવામાં આવ્યા હતા.ચાલકોએ પોલીસ બેરીકેટનો ઉપયોગ કરીને રોડ બ્લોક કરી દીધો હતો.પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક નિયમન કરાવ્યું હતું.

હડતાળને કારણે આશરે રૂ.1.5 કરોડનું નુકસાન

યુપીના મુઝફ્ફરનગરમાં ટ્રક, રોડવેઝ અને ખાનગી બસો સહિત લગભગ છ હજાર વાહનોના પૈડા થંભી ગયા હતા. હડતાળના કારણે વાહનવ્યવહાર, પરિવહન નિગમ અને ખાનગી બસોને અંદાજે રૂ.1.5 કરોડનું નુકસાન થયું છે. ગાઝીપુરમાં ખાનગી બસોના ડ્રાઈવર અને કંડક્ટર સોમવારે કાયદા વિરુદ્ધ હડતાળ પર રહ્યા હતા. જેના કારણે 235 ખાનગી બસોના પૈડા થંભી ગયા હતા. ખાનગી બસોના ડ્રાઇવરો અને કંડક્ટરોએ લંકા બસ સ્ટેન્ડ પર પ્રદર્શન કર્યું.

ટ્રક ચાલકો સરકાર સામે કાયદો પાછો ખેંચવા અડગ

કેન્દ્ર સરકારે અકસ્તનો નવો કાયદો ધડ્યા છે. આ હિટ એન્ડ રન કાયદા સામે દેશભરમાં સોમવારે ટ્રક અને ડમ્પર ચાલકો વિરોધ કરી રહ્યા છે જેનો આજે બીજો દિવસ છે.ઉત્તર પ્રદેશ, મુંબઈ, ઈન્દોર, દિલ્હી-હરિયાણા સહિત અનેક રાજ્યોમાં ટ્રક ચાલકોએ નાકાબંધી કરી છે. તેની અસર હજુ પણ જોવા મળી રહી છે. આ કાયદાને લઈને ટ્રક ડ્રાઈવરોમાં ભારે રોષ છે અને તેઓ કહે છે કે આ સંપૂર્ણપણે ખોટું છે અને સરકારે આ કાયદો પાછો ખેંચવો પડશે. ડ્રાઇવરોએ બરેલી-શાહજહાંપુર હાઇવે સહિત જિલ્લામાં ઘણી જગ્યાએ જામ પણ સર્જ્યો હતો. ઈંધણ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓના પુરવઠાને પણ અસર થઈ હતી. મંગળવારે અને બુધવારે પણ ડ્રાઇવરો હડતાળ પર રહેશે.

નવો હિટ એન્ડ રન કાયદો શું છે?

તાજેતરમાં લોકસભામાં સંસદના શિયાળુ સત્ર દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે હિટ એન્ડ રન કાયદા વિશે જણાવ્યુ હતું કે જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઘટનાસ્થળેથી ભાગી જાય અને ઘાયલ વ્યક્તિને રસ્તા પર છોડી દે તો. તેને 10 વર્ષની સજા થશે. પરંતુ જો અકસ્માત સર્જનાર વ્યક્તિ ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ જશે તો સજા ઓછી થઈ જશે.

સંસદના શિયાળુ સત્રમાં પસાર કરાયેલા ત્રણ સુધારેલા ક્રિમિનલ લો બિલને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25મી ડિસેમ્બરે મંજૂરી આપી હતી. હવે ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય પુરાવા સંહિતાના કાયદો બની ગયા છે.

ગૃહ પ્રધાન અમિત શાહએ કાયદો પસાર કર્યો

આ બિલો લોકસભામાં 20 ડિસેમ્બરે અને રાજ્યસભામાં 21 ડિસેમ્બરે સંસદના ઉનાળુ સત્ર દરમિયાન પસાર કરવામાં આવ્યા હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ દ્વારા રજૂ કરવામાં આવ્યા બાદ રાજ્યસભામાં ધ્વનિ મતથી બિલ પસાર કરવામાં આવ્યા હતા.