અમદાવાદમાં પણ હવે રામરાજ્ય જોવા મળશે, અમદાવાદમાં 9 પ્રોજેક્ટોનું કરાશે નામકરણ, રામાયણના પાત્રોના નામ પર બ્રિજ અને ગાર્ડનના નામ
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. અયોધ્યા રામ મંદિરથી પ્રેરણા લઈને AMCનો મોટો નિર્ણય સામે આવ્યો છે. એએમસી દ્વારા નવા વર્ષે શહેરનાં 9 પ્રોજેક્ટનું ફરીથી નામકરણ કરવામાં આવશે. જેમાં રામાયણના પાત્રોના નામ પર બ્રિજ અને ગાર્ડનના નામ અપાશે. શહેરના ઓઢવ અને વિરાટનગરમાં આવેલા પ્રોજેક્ટના નામ કરણ થશે. તેમાં બ્રિજ, ગાર્ડન અને તળાવના નામાભિકરણ રામાયણના પાત્રો પર હશે. એએમસી દ્વારા આગામી સમયમાં બ્રિજ, તળાવ, પાર્ટી પ્લોટ, ચાર રસ્તા અને લાઈબ્રેરીનો સમાવેશ કરાશે.
અમદાવાદ શહેરનાં લોકોને ભગવાન રામ અને રામાયણની ઘટનાઓ સાથે જોડવા માટે AMC દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા નવા વર્ષે શહેરનાં 9 પ્રોજેક્ટનું ફરીથી નામકરણ કરશે. જેમાં બ્રિજ, તળાવ, ગાર્ડનને રામાયણ પર નામ અપાશે. ત્યારે રાજેન્દ્ર પાર્ક બ્રિજ, વિરાટનગર – શ્રી રામરાજ્ય બ્રિજ તથા અજીત મિલ બ્રિજ, વિટારનગર – શ્રી લક્ષ્મણ બ્રિજ તેમજ જીઆઇડીસી પાર્ટી પ્લોટ, ઓઢવ – શ્રી રામ પાર્ટી પ્લોટ અને શિવદર્શન સોસાયટી પાસેનું ગાર્ડન, ઓઢવ – શ્રી શબરી વાટિકા, ઓઢવ ગામ ગાર્ડન – શ્રી અયોધ્યા વન તથા ઓઢવ ગામ તળાવ – શ્રી લવકુશ તળાવ અને લાઇબ્રેરી અંબિકાનગર, ઓઢવ – વાલ્મીકી ઋષિ લાઇબ્રેરી તરીકે હવે ઓળખાશે.
સોનાની ચાલી બ્રિજ, વિરાટનગ – શ્રી રામ સેતુ તથા ફુવારા સર્કલ , વિટારનગર – શ્રી કેસરી નંદન ચોક અને આંજણા ચોક 100 ફુટ રોડ ઓઢવ – શ્રી અર્બુદા દેવી ચોક તરીકે નામ કરણ કરવામાં આવશે.
કઈ જગ્યાઓના બદલાશે નામ?
સ્થળ | નવું નામ |
GIDC પાર્ટી પ્લોટ, ઓઢવ | શ્રી રામ પાર્ટી પ્લોટ |
શિવદર્શન સોસાયટી નજીકનો બગીચો | શ્રી શબરી વન |
ઓઢવ બગીચો | શ્રી અયોધ્યા વન |
ઓઢવ તળાવ | શ્રી લવકૂશ તળાવ |
અંબિકાનગર લાઈબ્રેરી | શ્રી વાલ્મિકી રૂષિ |
સોનીની ચાલી બ્રિજ | શ્રી રામ સેતુ |
રાજેન્દ્રપાર્ક બ્રિજ | શ્રી રામરાજ્ય બ્રિજ |
અજીત મીલ બ્રિજ | શ્રી લક્ષ્મણ બ્રિજ |
ફુવારા સર્કલ | શ્રી કેસરી નંદન ચોક |
અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યું છે. 22 જાન્યુઆરીએ રામમંદિરમાં રામલલ્લાની પ્રતિમાં પ્રાણ પ્રતિષ્ઠિત કરવાશે ત્યારે સમગ્ર દેશમાં દિવાળી ઉજવાશે. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઇને તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. રામ લલ્લા તેના સ્થાને લાંબી પ્રતિક્ષા બાદ સ્થાપિત થશે જેને લઇને માત્ર અયોધ્યામાં જ નહિ પરતુ સમગ્ર દેશમાં ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરી ફરી સમગ્ર દેશમાં દિવાળી ઉજવાશે.
રામમંદિરના નિર્માણનું કાર્ય વહેલી તકે સંપન્ન થાય માટે રાત દિવસ નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. L&T રામ મંદિરનું નિર્માણ કરી કરી રહી છે. અમદાવાદના સોમપુરા પરિવારે મંદિરની ડિઝાઈન તૈયાર કરી છે. તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા અયોધ્યા ખાતે આંતરરાષ્ટ્રીય વિમાન મથકનું ઉદ્ધાટન કર્યું હતું. જેનું નામ મહર્ષિ વાલ્મિકી આંતરરાષ્ટ્રીય વિમાન મથક રાખવામાં આવ્યું છે. તેમજ રેલ્વે સ્ટેશનને પણ અયોધ્યા ધામ જંક્શન નામ આપવામાં આવેલ છે.