મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈમેલ મોકલનાર શખ્સે આ બેંકોની ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી છે
મુંબઈમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને સોમવારે ઈમેલ મળ્યો હતો જેમાં RBIની ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ધમકીભર્યા આ ઈમેલમાં RBI, HDFC Bank અને ICICI બેંકની ઓફિસ પર હુમલો કરવાની વાત કરવામાં આવી હતી. આ ઈમેલમાં RBI ગવર્નર શક્તિકાંત દાસ અને નાણા મંત્રી નિર્મલા સીતારમણના રાજીનામાની માંગ કરવામાં આવી હતી. મુંબઈ પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, ઈમેલ મોકલનાર શખ્સે આ બેંકોની ઓફિસને બોમ્બથી ઉડાડવાની ધમકી આપી છે.
પોલીસ દ્વારા આપવામાં આવેલી જાણકારી મુજબ, મુંબઈમાં કુલ 11 જગ્યાએ બોમ્બથી ઉડાડવાની ધમકી આ મેલમાં આપવામાં આવી છે. આ મેલમાં કહેવામાં આવ્યું હતું કે આ બ્લાસ્ટ મંગળવારે એટલે કે 26 ડિસેમ્બરે દિવસના સમયમાં થશે. આ તમામ સ્થળો પર પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પરંતુ કંઈ વાંધાજનક ન મળ્યું.
મુંબઈ પોલીસનું કહેવું છે કે- તેમણે ઈમેલમાં બતાવવામાં આવેલી તમામ જગ્યાઓ પર જઈને તપાસ કરી પરંતુ તેમણે કંઈ જ ન મળ્યું. ઈમેલ મોકલનાર વ્યક્તિ વિરુદ્ધ, મુંબઈના MRA માર્ગ પોલીસ સ્ટેશનમાં આ ધમકીની તપાસ માટે એક કેસ રજિસ્ટર કરી લેવાયો છે.
ધમકીભર્યા ઈમેલમાં શું લખ્યું હતું?
આ ધમકી ભરેલા ઈમેલમાં મુંબઈમાં 11 જગ્યાએ બોમ્બ રાખ્યો હોવાની વાત કરવામાં આવી છે. ઈમેલમાં કહેવામાં આવ્યું કે- આ વિસ્ફોટ મંગળવારે બપોરે લગભગ 1:30 વાગ્યે થવાનો હતો. પોલીસે તમામ જગ્યાએ તપાસ કરી પરંતુ કંઈજ શંકાસ્પદ ન મળ્યું.