નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા
છેલ્લા 24 કલાકમાં કર્ણાટકમાં 34, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4, તેલંગણામાં 2 કેસ નોંધાયા
દેશમાં સતત કોરોના કેસો વધી રહ્યા છે. અત્યાર સુધીમાં દેશનાં 6 રાજ્યોમાં કોરોનાના નવા વેરિયન્ટ જેએન.1નો પગપેસારો થઈ ગયો છે, આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ દેશમાં કુલ સકારાત્મક કેસોની સંખ્યા વધીને 4170 પર પહોંચી છે. સૌથી વધુ કર્ણાટકમાં 34 કેસ, મહારાષ્ટ્રમાં 9, ગોવમાં 14, કેરળમાં 6, તમિલનાડુમાં 4 અને તેલંગણામાં 2 કેસ નોંધાયા છે. રવિવારે 63 કેસો નોંધાયા હતા જ્યારે સોમવારે પણ વધુ 69 કેસો સામે આવ્યા છે જેમાંથી મોટાભાગના સંક્રમિત દર્દીઓ હોમ ક્વોરન્ટાઈન છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું કે, ભારતમાં એક્ટિવ કોરોનાવાયરસ કેસ મંગળવારે 4,100 ને વટાવી ગયા છે કારણ કે છેલ્લા 24 કલાકમાં JN.1 COVID-19 સબવેરિયન્ટના કુલ 412 નવા કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ ભારતમાં મંગળવારે સક્રિય કેસની સંખ્યા 4,170 હતી, જ્યારે કુલ મૃત્યુઆંક 5.33 લાખ પર પહોંચ્યો હતો.
દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી ત્રણ લોકોના મોત થયા છે જ્યારે 293 દર્દીઓ સાજા થયા છે. મળતી માહિતી મુજબ દેશમાં કોવિડના સબ વેરિયન્ટ જેએન.1ના કુલ 66 દર્દીઓ છે. નવા સબ વેરિયન્ટના સૌથી વધુ કેસો ગોવામાં સામે આવ્યા છે. જ્યારે મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને તેલંગણામાં પણ કેસો નોંધાયા છે. નવા વેરિયન્ટના રોજબરોજ કેસો વધી રહ્યા છે જેના કારણે કેન્દ્ર સરકાર સાથે રાજ્ય સરકારો પણ ચિંતિત બની ગઈ છે.