તમિલનાડુને ભંડોળ ન આપવા અંગે સ્ટાલિને કહ્યું હતું કે ‘અમે કોઈના બાપના પૈસા માંગી નથી રહ્યા
ઉદયનિધિએ તેના પદની ગરિમાંને અનુરુપ હોય તેવા શબ્દનો ઉપયોગા કરવો જોઈએ : નાણામંત્રી
રાજકારણમાં શબ્દોનું યુદ્ધ સામાન્ય છે. તેમના વિરોધીઓ પર હુમલો કરતી વખતે નેતાઓ ઘણીવાર તીક્ષ્ણ બની જાય છે. ઘણી વખત તે આવા નિવેદનો આપે છે જેનો તેને પાછળથી પસ્તાવો થાય છે. ઘણી વખત તેમને માફી પણ માંગવી પડે છે. જ્યારે બીજી વ્યક્તિ પણ આ જ મોડમાં આવે છે ત્યારે આ શબ્દોનું યુદ્ધ વધુ રસપ્રદ બને છે.
હકીકતમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમને પ્રેસ કોન્ફરન્સમાં હતા. અહીં તેમને તમિલનાડુ સરકારના મંત્રી ઉધયનિધિ સ્ટાલિનના નિવેદન અંગે સવાલ કરવામાં આવ્યો હતો. આના પર તેમણે જવાબ આપ્યો કે, “સ્ટાલિને પોતાની જીભ પર કાબૂ રાખવો જોઈએ. બોલતા પહેલા તેઓએ વિચારવું જોઈએ કે તેઓ શું અને કોના માટે બોલી રહ્યા છે. તેઓ રાજકારણમાં છે અને સમજી વિચારીને બોલવાની જવાબદારી તેમની છે. રાજકીય નેતાને શોભે તે રીતે બોલવું જોઈએ.”
ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિને આ મિહિનાની શરુઆતમાં કથિત રીતે કેન્દ્ર દ્વારા તમિલનાડુને ભંડોળ ન આપવા અંગે કહ્યું હતું કે ‘અમે કોઈના બાપના પૈસા માંગી નથી રહ્યા, અમે ફક્ત તમિલનાડુના લોકો દ્વારા ચૂકવાયેલો ટેક્સનો હિસ્સો માંગી રહ્યા છીએ’.
નાણામંત્રી નિર્મલા સીતારમણએ આ નિવેદન પર જવાબ આપતા કહ્યું હતું કે તેઓ પિતાના પૈસા વિશે પૂછી રહ્યા છે, શુ તે પોતાના પિતાની સંપતિનો ઉપયોગ કરીને સત્તા ભોગવી રહ્યા છે? શું હું આવું પુછી શકું છું? તેમને લોકો દ્વારા ચૂંટવામાં આવ્યા છે તો શું અમે આ માટે તેમનું સન્માન નથી કરી રહ્યા? રાજકારણમાં માતા-પિતાનો ઉપયોગ કરવો ઠીક નથી.
વધુમાં તેમણે કહ્યું કે, “તે હજુ યુવાન છે અને જો તેણે રાજકારણમાં આગળ વધવું હોય તો તેણે પોતાની જીભ પર કાબૂ રાખવો જોઈએ અને તે શું કહી રહ્યા છે તેના વિશે વિચારવું જોઈએ.” આ સાથે નિર્મલા સીતારમણે કહ્યું કે, “વરસાદ અને પૂરના પ્રકોપ દરમિયાન રાજ્યને 900 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. જો જરૂરી હોય તો, આ રકમ વધુ વધારી શકાય છે. પરંતુ હું કહેવા માંગુ છું કે આ મારા કે તેના પિતાના પૈસા નથી. તે જનતાના પૈસા છે અને જનતા માટે ખર્ચવામાં આવી રહ્યા છે.”
