4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને શરદી-ઉધરસ માટે આપવામાં આવતી આ કફ સીરપ પર ભારતે લગાવ્યો પ્રતિબંધ
ભારતમાં પ્રતિબંધિત દવાઓમાં ક્લોરફેનિરામાઇન મેલેટ અથવા CPM અને ફેનીલેફ્રાઇનનો સમાવેશ થાય છે. આ એવી દવાઓ છે જે બાળકોને સામાન્ય શરદીના લક્ષણોની સારવાર માટે સીરપ અથવા ટેબ્લેટના રૂપમાં આપવામાં આવે છે.
ઓછી કિંમતે જીવનરક્ષક દવાઓના સપ્લાયને કારણે ભારતને ઘણીવાર ‘વિશ્વની ફાર્મસી’ કહેવામાં આવે છે ત્યારે કફ સિરપના કારણે વિશ્વભરમાં 140 થી વધુ બાળકોના મૃત્યુ પછી, ભારતમાં સામાન્ય રીતે શરદી અને ઉધરસ માટે નાના બાળકોને આપવામાં આવતી સીરપ અથવા ગોળીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધિત દવાઓમાં શરદી નિવારણ દવાઓનો સમાવેશ થાય છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે દવા ઉત્પાદકોએ તેમની દવાઓ પર યોગ્ય લેબલ લગાવવા જોઈએ કે તે 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે નથી.
ન્યૂઝ એજન્સી રોઇટર્સના અહેવાલ મુજબ, નિયમનકારે જણાવ્યું હતું કે નવજાત શિશુઓ અને શિશુઓમાં બિન-મંજૂર એન્ટિ-કોલ્ડ ડ્રગ ફોર્મ્યુલેશનના ઉપયોગ અંગે ચિંતાઓ ઊભી થયા પછી આ પરામર્શ કરવામાં આવ્યો હતો અને પરિણામે દવા-સંયોજનને ઉક્ત વય માટે ઉપયોગ ન કરવાની ભલામણ કરી છે.
આ ઓર્ડર 2019 થી ઘણા બાળકોના મૃત્યુ પછી આવ્યો છે, જે દેશમાં બનેલા ઝેરી કફ સિરપ સાથે જોડાયેલા હોવાનું માનવામાં આવે છે. ગયા વર્ષે, ગેમ્બિયા, ઉઝબેકિસ્તાન અને કેમરૂનમાં ઝેરી કફ સિરપને કારણે ઓછામાં ઓછા 141 મૃત્યુ થયા હતા.સત્તાવાળાઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, દેશમાં બનેલી કફ સિરપનું સેવન કર્યા બાદ 2019માં ભારતમાં ઓછામાં ઓછા 12 બાળકોના મોત થયા હતા અને અન્ય ચાર અપંગ બની ગયા હતા.
નોંધનીય છે કે આ દવાઓના સેવનથી બાળકોના જીવ પણ જોખમમાં છે. ફિક્સ-ડ્રગ કોમ્બિનેશન (FDCs) પર નિયમનકારનો આદેશ 18 ડિસેમ્બરે જારી કરવામાં આવ્યો હતો. આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે દવા ઉત્પાદકોએ પણ તેમના ઉત્પાદનો પર ચેતવણીના લેબલ લગાવવા જરૂરી છે, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે દવા 4 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આપવી જોઈએ નહીં.