પેટ કેમિન્સનને પાછળ છોડી મિચેલ સ્ટાર્ક બન્યો IPL ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી , કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં મિચેલ સ્ટાર્કને ખરીદ્યો

Mitchell Starc

હૈદરાબાદે પેટ કમિન્સને 20.5 કરોડ રુપિયામાં ખરીદ્યો, પેટ કમિન્સ IPL ઇતિહાસનો બીજો સૌથી મોંઘો ખેલાડી બન્યો

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)2024ની 17મી સિઝન માટે ખેલાડીઓનું ઓક્શનનું આયોજન આજે દુબઈમાં થઈ રહ્યું છે. ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે, ગુજરાતે પણ તેના માટે અંત સુધી બોલી લગાવી હતી. આ પહેલા ઓસ્ટ્રેલિયાના પેટ કમિન્સની બોલી રૂ. 20 કરોડને પાર કરી ગઈ હતી. સનરાઇઝર્સ હૈદરાબાદે તેને 20.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. હર્ષલ પટેલને પંજાબે 11.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો.

દુબઈમાં IPLની આગામી સિઝન માટે ખેલાડીઓની હરાજી થઈ રહી છે. હરાજી માટે 333 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. તમામ ટીમો પાસે માત્ર 77 સ્થાન બાકી છે. ઓસ્ટ્રેલિયાનો મિચેલ સ્ટાર્ક IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને કોલકાતા નાઈટ રાઈડર્સે 24.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન પેટ કમિન્સ IPLનો સૌથી મોંઘો ખેલાડી બન્યો હતો. પેટ કમિન્સને સનરાઈઝર્સ હૈદરાબાદે 20 કરોડ 50 લાખ રુપિયાની કિંમતે ખરીદ્યો હતો.

ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર ક્રિસ વોક્સની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે તેના પર પહેલી બોલી લગાવી હતી. પરંતુ અંતે પંજાબે ક્રિસ વોક્સને 4.20 કરોડમાં ખરીદ્યો હતો.

ડેરિલ મિચેલ માટે પંજાબ કિંગ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે ઘણો સંઘર્ષ જોવા મળ્યો હતો પરંતુ ચેન્નઈ સુપર કિંગ્સે મિચેલને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

પંજાબ કિંગ્સે હર્ષલ પટેલને 11.75 કરોડ રૂપિયામાં અને સાઉથ આફ્રિકાના ફાસ્ટ બોલર ગેરાલ્ડ કોએત્ઝીને 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

ચેન્નઈ સુપર કિંગ્સે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને 4 કરોડ રૂપિયામાં અને ન્યુઝીલેન્ડના રચિન રવિન્દ્રને 1.80 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. જ્યારે અફઘાનિસ્તાનના ઓલરાઉન્ડર અઝમતુલ્લા ઓમરઝાઈને 50 લાખ રૂપિયામાં ગુજરાત ટાઇટન્સે ખરીદ્યો છે.

સનરાઇઝર્સ હૈદરાબાદે ઓસ્ટ્રેલિયન ખેલાડી ટ્રેવિસ હેડને 6.80 કરોડ રૂપિયામાં તેમજ શ્રીલંકા ક્રિકેટ ટીમના મિસ્ટ્રી સ્પિનર વાનિંદુ હસરંગાને 1.50 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

હેરી બ્રુકને દિલ્હી કેપિટલ્સે 4 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

રાજસ્થાન રોયલ્સે વેસ્ટ ઈન્ડિઝના ખેલાડી રોવમેન પોવેલને બેઝ પ્રાઈસ કરતાં 7 ગણી વધુ કિંમતે ખરીદ્યો હતો. રાજસ્થાને પોવેલને 7.40 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. તેની બેઝ પ્રાઈસ 1 કરોડ રૂપિયા હતી.

IPLના સૌથી મોંઘા ટોપ-5 ખેલાડી

  • 2024- મિચેલ સ્ટાર્ક (24.75 કરોડ)- કોલકાતા નાઈટ રાઈડર્સ
  • 2024- પેટ કમિન્સ(20.05 કરોડ)- સનરાઈઝર્સ હૈદરાબાદ
  • 2023- સેમ કરન (18.05 કરોડ)- પંજાબ કિંગ્સ
  • 2023- કેમરન ગ્રીન (17.5 કરોડ)- મુંબઈ ઈન્ડિયન્સ
  • 2023- બેન સ્ટોક્સ (16.25 કરોડ)- ચેન્નઈ સુપર કિંગ્સ
  • 2021- ક્રિસ મોરિસ (16.25 કરોડ)- રાજસ્થાન રોયલ્સ