ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને 347 રનથી હરાવી રચ્યો ઈતિહાસ

india-womens-cricket-team

વુમન્સ ક્રિકેટ ઈતિહાસની સૌથી મોટી જીત, દીપ્તિ શર્માએ 9 વિકેટ ઝડપી કર્યું શાનદાર પર્ફોર્મન્સ

ઈન્ડિયન વુમન્સ ટીમે મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને 347 રનથી હરાવ્યું છે. આ સાથે જ વુમન્સ ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં રનની દૃષ્ટિએ આ સૌથી મોટી જીત છે. ભારતે ઈંગ્લેન્ડ સામે 347 રનથી જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતે 300થી વધુ રનથી જીત મેળવીને મહિલા ટેસ્ટના ઈતિહાસમાં સૌથી મોટી જીતનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા 1998માં શ્રીલંકાએ પાકિસ્તાન સામે 309 રનથી જીત મેળવી હતી.

https://x.com/BCCIWomen/status/1735952130547269798?s=20

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઈંગ્લેન્ડને 347 રનથી હરાવી ઈતિહાસ રચ્યો છે. ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાયેલી આ એકમાત્ર ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને કારમી હાર આપીને મહિલા ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટી ટેસ્ટ જીતનો રેકોર્ડ બનાવ્યો છે. પ્રથમ દાવમાં 428 રન બનાવ્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઈંગ્લેન્ડને પ્રથમ દાવમાં 136 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. આવી સ્થિતિમાં ભારતે પ્રથમ દાવમાં 292 રનની લીડ મેળવી હતી. ટીમ ઈન્ડિયાએ પોતાની બીજી ઈનિંગ છ વિકેટે 186 રન પર ડિકલેર કરી હતી. ઈંગ્લેન્ડને જીતવા માટે 479 રનનો વિશાળ ટાર્ગેટ મળ્યો હતો. જેનો પીછો કરતા ઈંગ્લેન્ડની આખી ટીમ બીજા દાવમાં 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

આ મેચમાં ઓલરાઉન્ડર દીપ્તિ શર્માએ ભારતની જીતમાં શાનદાર પ્રદર્શન કર્યું અને મેચમાં પ્રથમ ઇનિંગમાં માત્ર 7 રન આપીને 5 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા જ્યારે બીજી ઇનિંગમાં સૌથી વધુ 4 વિકેટ લીધી છે. આમ તેણે કુલ 9 વિકેટો લીધી હતી. પૂજા વસ્ત્રાકરે પણ 3 વિકેટ લીધી અને ઈંગ્લેન્ડને ક્યારેય રિકવર થવા દીધું નહીં. રાજેશ્વરી ગાયકવાડને બે સફળતા મળી હતી. રેણુકા સિંહ ઠાકુરે એક વિકેટ લીધી હતી.

https://x.com/BCCIWomen/status/1735914088532963599?s=20

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઇંગ્લેન્ડને તેના હોમ ગ્રાઉન્ડ પર પ્રથમ વખત ટેસ્ટમાં હરાવ્યું હતું. ઈંગ્લેન્ડ સામે ભારતીય મહિલા ટીમની આ એકંદરે ત્રીજી જીત છે. આ પહેલા તેણે 2006માં ટાઉન્ટન અને 2014માં વોર્મસ્લેમાં જીત મેળવી હતી. આ ઉપરાંત મહિલા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં રનના સંદર્ભમાં સૌથી મોટી જીત હાંસલ કરી હતી. આ પહેલા શ્રીલંકાની મહિલા ટીમે 1998માં પાકિસ્તાનને 309 રનથી હરાવ્યું હતું. તે જ સમયે, ન્યૂઝીલેન્ડે 1972માં દક્ષિણ આફ્રિકા સામે 188 રને જીત મેળવી હતી. ભારતની મહિલા ક્રિકેટ ટીમે અત્યાર સુધીમાં કુલ 39 ટેસ્ટ મેચ રમી છે, આ 39 ટેસ્ટ મેચોમાં ભારતની આ છઠ્ઠી જીત છે. ટીમ ઈન્ડિયાના નામે 27 ડ્રો ઉપરાંત આમાં 6 હારનો પણ સમાવેશ થાય છે..

વુમન્સ ટેસ્ટ ક્રિકેટમાં જીતનું સૌથી મોટુ અંતર (રનોના હિસાબથી)

347 – IND v/s ENG મુંબઇ 2023
309 – SL v/s PAK કોલંબો 1998
188 – NZ v/s SA ડરબન 1972
186 – AUS v/s ENG એડિલેડ 1949
185 – ENG v/s NZ ઓકલેન્ડ 1949