જાહેર થનાર નવા નંબરની જાણ તમામ નાગરિકોને થાય તે રીતે સુવિધા કરાશે
હાલના 100 અને 112 હેલ્પલાઈન નંબર પણ સેવામાં ચાલું રહેશે
ગુજરાતમાં હાલમાં લોકો 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી કેન્દ્ર સરકારના જે નિયમ છે તે મુજબ 112 હેલ્પ લાઈન નંબરનો ઉપયોગ તાત્કાલિક માટે થાય છે ત્યારે હવે સામાન્ય નાગરિકને જો કોઈ પોલીસ હેરાન કરે તો પોલીસ સામે ફરિયાદ કરવા માટે ગુજરાત સરકાર દ્વારા ડેડીકેટેડ નંબર એટલે કે એક નવો હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. એડવોકેટ જનરલે ગુજરાત હાઈકોર્ટમાં આ માટેની બાંહેધરી આપી હતી. પોલીસ દમન કે પોલીસની ફરિયાદ માટે અલગ નંબર જાહેર કરાશે. હાલના 100 અને 112 નંબર પણ સેવામાં ચાલુ રહેશે.બાદમાં પોલીસ દમન કે પોલીસ વિરુદ્ધની ફરિયાદ માટે નવો નંબર જાહેર થશે. જાહેર થનાર નંબર તમામ નાગરિકોને જાણ થાય તેવી સુવિધા કરાશે. આ નવા નંબર પર નાનામાં નાના અધિકારીથી લઈને મોટા અધિકાર સામે ફરિયાદ કરી શકાશે. આગામી સુનાવણી 12મી જાન્યુઆરીએ હાથ ધરાશે.
ગુજરામાં હવે પોલીસ દમન કે હેરાનગતિ કરે તો એ માટે અલગ નંબર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવશે. એડવોકેટ જનરલ દ્વારા આજે ગુજરાત હાઇકોર્ટને મહત્વની જાણકારી આપવામાં આવી છે. પહેલા કોઇ પણ લોકો વિરુદ્ધ અથવા તો શાંતિ ડહોળવાનો પ્રયાસ થાય ત્યારે 100 નંબર ડાયલ કરીને પોલીસ ફરિયાદ કરાતી હતી. જો કે પોલીસ જો તમારા વિરુદ્ધ કઇ કરે છે અને તમારે પોલીસ વિરુદ્ધ જ ફરિયાદ કરવી છે તો તેના માટે હવે ડેડીકેટેડ નંબર એટલે કે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવશે. આ ફરિયાદ પર 24 કલાકમાં જ કડક કાર્યવાહી હાથ ધરાશે. આ નિવેદન એડવોકેટ જનરલ દ્વારા હાઇકોર્ટમાં આપવામાં આવ્યુ છે.
આ ઉપરાંત કેન્દ્ર સરકારના જે નિયમ છે તે પ્રમાણે 112 હેલ્પ લાઇન નંબર તાત્કાલિક મદદ માટે ચાલુ રહેશે.ઉપરાંત મહત્વની વાત એ છે કે હવે ક્યાંય પણ પોલીસ દમન જોવા મળશે ભલે તે નાનાથી લઇને મોટા અધિકારી જ કેમ ન હોય, વ્યક્તિ તે નંબર પર ફરિયાદ કરી શકશે. આ ડેડીકેટેડ હેલ્પલાઇનમાં જે ફરિયાદ જશે તેના પર 24 કલાકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.આ ખાતરી એડવોકેટ જનરલ દ્વારા આપવામાં આવી છે. 12 જાન્યુઆરીએ આ બાબતમાં વધુ એક વાર સુનાવણી હાથ ધરાશે. આ મામલે વિગતવાર મુદ્દાઓ તે દિવસે હાઇકોર્ટના રેકર્ડ ઉપર મુકવામાં આવશે.